Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

વાંકાનેરનાં જીનપરામાં હોલીકા દહન

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૮: જીનપરા ખાતે ભવ્‍ય હોલીકા દહન જીનપરા પાર્થ ધ્‍વજ હનુમાનજી મંદિર પાસે છેલ્લા ૩૦ વર્ષથી ભવ્‍ય હોલીકા દહન કરવામાં આવે છે જીનપરા વિસ્‍તાર સીવાય સમગ્ર વાંકાનેર શહેરમાથી દર્શન કરવા માટે લોકો મોટી સંખ્‍યામાં આવે છે હોલીકા દહનમાં જે ફાળો એકત્રિત થાય છે એ રકમમાંથી ધુળેટીના દિવસે માંઘાતા મંદિર જીનપરા ખાતે બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે ગાય માતાને લીલો ઘાસચારો ખોળ ખવડાવવામાં આવે છે પક્ષીઓને ચણ નાંખવામા આવે છે.

સફળ બનાવવા કોળી સેના મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ મકવાણા શ્રી ક્રિષ્‍ના ગરબી મંડળ જીનપરા ના સભ્‍યો વિરેન્‍દ્રપુરી ગોસ્‍વામી. પરેશ ગોદળકા ભાવેશ કોબીયા નીરજવન રવિ જોગડીયા વિજય બાવળિયા રહીમ ખોખર સહિત તમામ ગરબી મંડળના સભ્‍યો જહેમત ઉઠાવી હતી.

(10:51 am IST)