Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

કોડીનારના મૂળ દ્વારકા બંદરેથી પકડાયેલ શંકાસ્‍પદ ડિઝલનો જથ્‍થો બાબતે બે બોટ માલિક સહિત ડીઝલ વેચનાર સામે ગુનો

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૨૮: તાલુકાના મૂળ દ્વારકા બંદરના દરિયામાં થી પેટ્રોલિયમ પેદાશની ગેરકાયદેસર હેરાફેરી કરતી ત્રણ જેટલી હોડીને ગીર સોમનાથ જિલ્લા કલેકટર ના સીધા માર્ગદર્શન હેઠળ કોડીનાર મામલતદાર અને તેમના સ્‍ટાફે ગત તારીખ ૨૩ માર્ચ ના રોજ બિન વારસી ઝડપી પાડી હતી. જે હોડી અંગેની તપાસ કરતા બે હોળીના માલિકો મૂળદ્વારકાના હોવાનું જણાવતા બે શખ્‍સોની પૂછપરછ કરીને આ ડીઝલના જથ્‍થાની વિશેષ તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લામાં ૧૧૦ km જેટલો લાંબો દરિયા કિનારો આવેલો છે. જેમાં વેરાવળના જાલેશ્વર,હિરાકોટ,સુત્રાપાડા,ધામણેજ, મૂળ દ્વારકા,માઢવાડ કોડીનાર,છારા,કોટડા, માઢવાડ,નવાબંદર અને સીમર ના દરિયાકાંઠે મત્‍સઉદ્યોગ કેન્‍દ્ર આવેલા છે. આ દરિયાકાંઠા એકદમ સલામત હોવાના કારણે ગેરકાયદેસર પ્રવળત્તિ અને ગેરકાયદેસર સમાનની હેરાફેરી કરતા તત્‍વો આ દરિયાનો મોટા પ્રમાણમાં લાભ લેતા હોય છે. ત્‍યારે ગીરસોમનાથ જિલ્લા કલેકટર દિગ્‍વિજયસિંહ ડી. જાડેજાના ધ્‍યાને આ વાત આવતા અને ગીર સોમનાથ જીલ્લો દરિયા એ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્‍યતા ધરાવતો હોય અને ગેરકાયદેસર પ્રવળત્તિ અટકાવવાના હેતુસર જ તેના ઉપર નજર રાખવા મૂળ દ્વારકા બંદરે માછીમારી કરતી હોડીઓની તપાસ હાથ ધરીને ૭૦ જેટલી હોડીઓના રજીસ્‍ટ્રેશન સહિતના વિગતો મેળવી હતી એ દરમિયાન દરિયાની અંદર શંકાસ્‍પદ હેરાફેરી કરતા ત્રણ બોટની માહિતી મળતા આ બોટમાં તપાસ કરતા તેમાં કોઈ ખલાસી જણાયા ન હતા પરંતુ પેટ્રોલિયમ પેદાશ નો જથ્‍થો મળી આવ્‍યો હતો તપાસ કરતા અજમેરી નામની બોટ જેના રજીસ્‍ટ્રેશન નંબર IND-GJ—MM ૬૪૮૯ આ બોટના માલિક કાસમભાઇ ઉમરભાઈ હોવાનું માલુ પડતા તેમને અટક કરીને તેમજ બીજી બોટ મૂળદ્વારકાના જ માછીમાર અનવર ભાઈ ઉંમરભાઈ ઇસ્‍બાની ‘દરિયા દોલત' ના નંબર IND -GJ-32 MM-૮૩૫૨ માંથી ૫૦૦ લીટર ડીઝલ મળી આવતા માલિકની પૂછ પરછ કરીને મત્‍સ્‍ય ઉદ્યોગ વિભાગના કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ છે જ્‍યારે અન્‍ય બોટ જેનું નામ શબનમ સબાના કે જે મર્ચન્‍ટ શિપિંગ એક્‍ટ મુજબ નોંધેલ ન હોય અને માછીમારીનું પણ લાયસન્‍સ મેળવેલ ન હોય દરિયાની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર બાબત હોય આ બોટમાંથી ૧૩૩૦ લીટર શંકાસ્‍પદ ડીઝલ મળી આવતા ગણાતા આ બોટ પણ મૂળ દ્વારકા ના અકબર મુસાભાઈ ઇસબાની હોવાનું માલુમ પડતાં આ અંગે પૂછ પરછ કરતા ત્રણેય બોટમાં આવેલો આ ડીઝલનો જથ્‍થો કોડીનાર મેમણ સોસાયટી રેલવે ફાટક પાસે રહેતા જુનેદ અલીમામદ મેમણ ના પાસેથી છારા થી ડીઝલ ખરીદ કર્યું હોવાનું અને આ પેટ્રોલિયમ પેદાશો જથ્‍થો છારા બંદર ઉપરથી લાવ્‍યા હોવાંનું જાણવા મળતા કોડીનાર મામલતદાર દ્વારા આ પેટ્રોલિયમ પેદાશનો જથ્‍થો અને ત્રણે બોટને સીઝ કરીને આ કાર્યવાહી કરવામાં આવેલ છે.

(10:52 am IST)