Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

હળવદ હાઇ-વે પર આઇસરમાં અચાનક આગ લાગી : ડ્રાઇવરનો બચાવ

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૮: હળવદ હાઇ-વે પર આવેલ કવાડિયા ગામના પાટીયા નજીક આઇસર ટ્રકમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સમય સૂચકતા જોઈ ડ્રાઇવર નીચે ઉતરી જતા તેનો બચાવ થયો હતો. આગની જ્‍વાળાઓ હાઇવેની બાજુમાં વાડીના સેઢે પહોંચી જતા વાડીના સેઢામાં પણ આગ લાગી હતી. જોકે બનાવને પગલે હળવદ ફાયરની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્‍યો હતો.

(10:52 am IST)