Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

રોઝરી શાળા દ્વારા હોળી પર્વની ભવ્‍ય રીતે ઉજવણી

હોળીનો તહેવાર વસંત ઋતુમાં ફાગણ સુદ પુનમ ના દિવસે ઉજવવામાં આવતો રંગો અને આનંદનો તહેવાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રોઝરી સ્‍કૂલના કેજી થી ધો.૮ અંગ્રેજી અને ગુજરાતી માધ્‍યમના વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્‍ડલી હોળીની ખૂબ જ આનંદ અને ઉત્‍સાહ સાથે ઉજવણી કરી હતી. જળ એ જ જીવન છે તેના અનુસંધાને તિલક અને ફૂલ દ્વારા હોળી પર્વની ઉત્‍સાહપૂર્વક ઉજવણી  કરી હતી. વિદ્યાર્થીઓએ આ પર્વને અનુરૂપ સ્‍પીચ, ચાર્ટ,ક્રાફટ મોડેલ,ડાંસ વગેરે કળતિઓની ઇવેન્‍ટમાં ઉત્‍સાહભેર ભાગ લીધેલ હતો.આ હોળી ઉત્‍સવમાં વાલીગણ અને શિક્ષકગણ જોડાયેલ હતા.

(10:53 am IST)