Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

પોરબંદરમાં બાળાને ભગાડી જનાર યુવાન ઝડપાયો

પોરબંદર, તા.૨૮: બાળાને લલચાવીને ભગાડી જનાર ભરત માલદેભાઇ કેશવાલા (ઉ.૨૧)ને એલસીબીએ પકડી લઇને કાર્યવાહી કરી છે.

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી પોરબંદર અધિક્ષક એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ શ્રી આર.કે.બાંબરીયના માર્ગદર્શન મુજબ HC ઉદયભાઇ વરૂ તથા મુકેશભાઇ માવદીયા તથા PC જીતુભાઇ દાસાને બાતમી આધારે ઉદ્યોગનગર પો.સ્‍ટે. આઇ.પી.સી. ક. ૩૬૩, ૩૬૬ જે ગુન્‍હાના કામે ફરીયાદીની સગીરવયની દિકરી તથા તેનું અપહરણ કરનાર આરોપી ઇન્‍દીરાનગર બાવળની જાડીઓમાં દરીયાકાંઠેના વિસ્‍તારમાં હોય WASI રૂપલબેન લખધીરને સાથે રાખી સગીરવયની દિકરી તથા તેનું અપહરણ કરનાર આરોપી ભરત માલદેભાઇ કેશવાલા ઉ.વ.૨૧ રહે. ખાપટ વાળો મળી આવતા તેમને પકડી લઇને કાયદેસરની કાર્યવાહી થવા સારૂ ભોગ બનનાર તથા આરોપીને ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

બાળાને ભગાડી જનાર આરોપીને ASI કામગીરીમાં પોરબંદર એલસીબી પી આઇ આર.કે.કાંબરીયા, એએસઆઇ બટુકભાઇ વિંઝુડા, રાજેન્‍દ્રભાઇ જોષી, ૫૭/૩૧ રૂપલબેન લખધીર તથા HC ઉદયભાઇ વરૂ, ઉપેન્‍દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા તથા WHC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઇ ઓડેદરા, વિરેન્‍દ્રસિહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ, જીતુભાઇ દાસા, ડ્રા. (રોહીતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.

(1:41 pm IST)