Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

બોટાદ પાસે પિતાનો માસુમ પુત્ર સાથે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

બાઇકમાં કુંડલી ગામ પાસે આવીને ધારપીપળાના હસમુખ સાકરીયાએ કુલદીપ સાથે મોત મીઠું કરી લીધુ

બોટાદ તા. 28 : બોટાદ જીલ્લાના કુંડલી ગામ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવીને પિતાએ પોતાના માસુમ પુત્ર સાથે આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ કુંડલી ગામ પાસે આવેલ રેલ્‍વે ફાટક પાસે ગત રાત્રીના રાણપુર તાલુકાના ધારપીપળા ગામના હસમુખભાઈ પ્રભુભાઈ સાકરીયાએ તેના માસુમ પુત્ર કુલદીપ સાથે બોટાદથી સુરેન્‍દ્રનગર તરફ જતી ટ્રેન નીચે પડતું મુકીᅠઆપઘાત કરી લેતા બંનેના મોત નીપજયા હતા.

ધારપીપળાના સાકરીયા હસમુખભાઇ પોતાના મોટરસાયકલ (નં. જીજે04-એએસ 6550) લઇને કુંડલી ગામ પાસે પોતાના પુત્રને લઇને આવ્‍યા હતા અને ટ્રેન નીકળતા જ પોતાના પુત્ર સાથે આપઘાત કરી લીધો હતો. જેથી નાના એવા ગામમાં હાહાકાર વ્‍યાપી ગયો છે.

ઘટનાની જાણ થતાં રેલ્‍વે પોલીસે ઘટનાસ્‍થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે. મોતના કારણ અંગે તેમના સગા સંબંધીઓની પૂછપરછ હાથ ધરી છે

(11:00 am IST)