Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જામકંડોરણામાં હોળી- ધુળેટી પર્વની ઉજવણી

જામકંડોરણામાં હોળી તથા ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. વિવિધ વિસ્‍તારોમાં હોલીકા દહનના કાર્યક્રમો યોજાયા હતા લોકોએ ભાવભેર હોળીમાં ધાણી, દાળીયા, શ્રીફળ હોમી પ્રદક્ષિણા કરી હતી. રંગોના પર્વ ધૂળેટીના દિવસે નાના મોટા સોૈએ રંગોની પીચકારીઓ સાથે એકબીજા પર રંગો ઉડાડી ઉજવણી કરી હતી.(તસ્‍વીર-અહેવાલઃ મનસુખભાઇ બાલઘા, જામકંડોરણા)

(11:42 am IST)