Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ગરીબ વિપ્ર વિધવાને ઘરનું મકાન બનાવી દઇ સચ્‍યુત સેવા દાખવતા આરએઆર ફાઉન્‍ડેશનનાં રાજદિપસિંહ જાડેજા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા )ગોંડલ તા. ર૮ :  તાલુકાનાં બીલડી ગામે નબળી આર્થિક પરિસ્‍થિતી અને અપાહીજ પુત્ર સાથે વચ્‍ચે જીવન ગુજારતા વિઙ્ગવિધવા વળધ્‍ધાની મદદે દોડી જઇ આરએઆર ફાઉન્‍ડેશન રીબડા નાં રાજદીપસિંહ અનિરુધ્‍ધસિહ જાડેજાએ બે રુમ,રસોડા,ઓસરી સહીત નું પાક્કુ મકાન બંધાવી આપતા વળધ્‍ધ મહીલાની આંખો અશ્રુભીની બની હતી.રાજદીપસિંહ નાં આ સરાહનીય કાર્ય ને નાના એવા બીલડી ગામે વધાવી લઇ રાજદીપસિંહ નું ઢોલ નગારા સાથે સામૈયુ કર્યુ હતુ.

વિગત મુજબ બીલડી રહેતા  કુસુમબેન દવે નામનાં વળધ્‍ધા વિધવા હોય અને પુત્ર પણ અપાહીજ હોય તેમની દારૂણ સ્‍થિતિ અંગે રાજદીપસિંહ જાડેજાને જાણ થતા બીલડી દોડી જઇ વળધ્‍ધાને સધિયારો આપી રહેવા માટે મકાન બંધાવી આપી સરાહનીય સેવા દાખવી હતી

(11:44 am IST)