Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મીઠાપુરમાં પોસ્‍ટરને નુકસાન કરનાર ર શખ્‍સો ઝડપાયા

મીઠાપુર ટાટા કંપની નાં ગેટ સામે લગાવેલ ડો બાબાસાહેબ આંબેડકર નાં પોસ્‍ટર ને નુકશાન પહોંચાડી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. તેથી સ્‍થાનીક અનુસૂચિત સમાજ નાં આગેવાનો અને કાર્યકરો દ્વારા મીઠાપુર પોલીસ સ્‍ટેશન માં જઈ ત્‍યાં હાજર રહેલા ડી વાય એસ પી શ્રી સાગર રાઠોડ ને એક આવેદનપત્ર આપી તાત્‍કાલિક આ ગુના કરનાર ને કાયદા નું ભાન કરાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ે ગણતરી નાં કલાકો માં જ એલ સી બી, એસ ઓ જી અને સ્‍થાનીક પોલીસ નાં સંયુકત ઓપરેશન દ્વારા આ કામ નાં બે આરોપી દીપેશભા સુકાભા સુમણીયા રહેવાસી સુરજકરાડી અને પ્રતાપ ડોસાભા ભગાડ રહેવાસી આરંભડા સીમ કળષ્‍ણનગર ને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:44 am IST)