Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ભાણવડ નજીક બાઇક આડે કૂતરૂં ઉતરતા વળદ્ધનું મળત્‍યુ

જામખંભાળિયા તા.ર૮ : ભાણવડ તાલુકાના કળષ્‍ણગઢ ગામના દેવાભાઈ રાજશીભાઈ ભારવાડીયા નામના ૭૩ વર્ષના વળદ્ધ તેમની દવા લેવા માટે જામનગર જઈ રહ્યા હતા, ત્‍યારે ભાણવડથી આશરે ૧૩ કિલોમીટર દૂર શિવા ગામના પાટીયા પાસેથી મોટરસાયકલ પર જઈ રહેલા દેવાભાઈની બાઈક આડે કુતરુ ઉતરતા મોટરસાયકલ સ્‍લીપ થઈ જવા પામ્‍યું હતું. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું. આ બનાવની જાણ મળતકના પુત્ર નવનીતભાઈ દેવાભાઈ ભારવાડીયા (ઉ.વ. ૩૮) એ ભાણવડ પોલીસને કરી છે.

દ્વારકા નજીકના દરિયા

કાંઠેથી : અજાણ્‍યા

યુવાનનો મળતદેહ સાંપળ્‍યો

દ્વારકાથી આશરે ત્રણ કિલોમીટર દૂર ગાયત્રી મંદિર પાસે આવેલા દરિયા કાંઠે એક પુરુષનો મળતદેહ પડયો હોવા અંગેની જાણ સ્‍થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા આના અનુસંધાને પોલીસ સ્‍ટાફ ઉપરોક્‍ત સ્‍થળે દોડી ગયો હતો.

આશરે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્‍યા પુરુષના અહીં રહેલા મળતદેહને જોતા યુવાનના જમણા હાથની કલાઈ ઉપર અંગ્રેજીમાં ટી તથા નાના અક્ષરે ટી.સી. અને આઈ.ઓ.યુ. તથા ગુજરાતીમાં તુલસી ત્રોફાવેલું હોવાનું ખુલવા પામ્‍યું હતું. આ અજાણ્‍યો યુવાન કોઈ પણ કારણોસર દરિયાના પાણીમાં પડી જતા તેમનું મળત્‍યુ નીપજ્‍યું હોવાનું ખુલવા પામ્‍યું છે. આ અંગે દ્વારકા પોલીસે હાલ અકસ્‍માત મળત્‍યુ અંગેની નોંધ કરી, મળતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.

(11:46 am IST)