Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

પોરબંદરના કુછડી પરબડી સીમમાં જુગાર રમતા ૬ શખ્‍સો ૧૬ હજારની રોકડ સાથે ઝડપાયાં

પોરબંદર તા. ર૮: તાલુકાના કુછડી પરબડી સીમમાં જુગાર રમતા ૬ શખ્‍સોને ૧૬ હજારની રોકડ સાથે હાર્બર મરીન પોલીસે પકડી પાડેલ છે.

શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સાહિત્‍યા વિ. સાહેબના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી એસ. ડી. સાળુંકેનાઓ તથા હાર્બર મરીન પેટ્રોલીંગ દરમ્‍યાન એ.એસ.આઇ. બી. ડી. વાઘેલા તથા પો.હેડ કોન્‍સ. જી.આર. ભરડાને બાતમી મુજબ કુછડીગામ પરબડી સીમ ગ્રાઉન્‍ડમાં જાહેરમાં જુગાર રમતા (૧) કારા ગીગાભાઇ ચુડાવદરા (ર) કારા બાબુભાઇ ઓડેદરા (૩) વિજય ચનાભાઇ ચુડાવદરા (૪) રણજીત કેશુભાઇ ઓડેદરા (પ) રવી કેશુભાઇ ઓડેદરા તથા (૬) મેરૂ દેવાભાઇ કેશવાલા ને ૧૬૦૩૦ની રોકડ સાથે પકડી લીધાં હતાં.

હાર્બર મરીન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ. ડી. સાળુંકે તથા પો.સબ. ઇન્‍સ.  એસ. આર. જાડેજા તથા સર્વેલન્‍સ સ્‍કોડના એ.એસ.આઇ. બી. ડી. વાઘેલા, આર.એફ.ચૌધરી તથા પો.હેડ કોન્‍સ. જી. આર. ભરડા, રવિભાઇ કરશનભાઇ રાઠોડ તથા પો. કોન્‍સ. કરશનભાઇ કાનાભાઇ, દિનેશભાઇ વિરમભાઇ પોલીસ સ્‍ટાફ જુગાર દરોડાની કામગીરીમાં જોડાયા હતા.

(11:48 am IST)