Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

પોરબંદર આર્ય સમાજ દ્વારા પર્યાવરણની શુધ્‍ધિ માટે પક્ષી અભ્‍યારણમાં વૈદિક યજ્ઞ

માનવીને સ્‍વસ્‍થ જીવન જીવવા શુધ્‍ધ હવા, પાણી, ખોરાકની :જરૂર કુદરતે આપેલી હવા પાણી, જમીન માટે માણસ પોતાની જરૂરિયાત સંતોષવા પર્યાવરણને અતિ નુકશાન કરી રહેલ છે

પોરબંદર, તા., ર૮: આર્ય સમાજ પોરબંદર દ્વારા તા ૩૧ મીએ રવિવારે પક્ષી અભિયારણ્‍યના વોક -વે ખાતે પર્યાવરણ ની શુદ્ધિ માટે વૈદિક યજ્ઞ નું આયોજન કરેલ છે. વૈ દીક સંસ્‍કળતિ ના પ્રચાર પ્રસાર માટે અનેક વિધ પ્રવૃતિમાં પોરબંદર જિલ્લા અનોખું સ્‍થાન ધરાવતા પોરબંદર ના આર્ય સમાજ દ્વારા વેદ બધા માનવ કર્તવ્‍યો ને પ્રેરણા આપી રહેલ છે.

મનુષ્‍યને શ્રેષ્ઠ સદા ચારી બનાવવા એ ધ્‍યય મંત્ર સાથે મહર્ષિ દયા નંદ સરસ્‍વતી ની ૨૦૦ મી જન્‍મ જ્‍યંતીની ઉજવણીના ઉપલક્ષમા તા ૩૧ મીએ રવિવારના સાંજે  ૫-૩૦ થી ૭-૩૦ કલાક દરમિયાન સાપ્તાહિક સત્‍સંગ ( હવન -યજ્ઞ ) નું  પક્ષી અભિયારણ્‍ય પાસે  સિગ્‍મા સ્‍કૂલ પાછળ ના વોક -વે ખાતે વૈદિક યજ્ઞ નું આયોજન કરવા માં આવેલ છે    વિશ્વના માનવ માત્ર ના કલ્‍યાણ અને સુખાકારી  માટે, કુટુંબ પરિવાર માં સુખ સમળદ્ધિ અને પરિયાવરણ માં હવા. પાણી આકાશ અને જમીન ના શુદ્ધિ કરણ ના ઉમદા હેતુ સર આ સાપ્તાહિક સત્‍સંગ ( હવન -યજ્ઞ ) નું આયોજન કરવામાં આવેલ છે યુગ પ્રવળર્તક મહર્ષિ દયાનદ સરસ્‍વતી એ  વેદો તરફ પાછા વળો નો સંદેશ આપ્‍યો હતો વેદો એ પ્રકળ તિ એ જં દેવ છે.

આપણા ઋષિ મુનિઓ હોમ હવન યજ્ઞ કાર્ય કરી પરિયાવરણ નું રક્ષણ કરવું એ ઈશ્વરીય કાર્ય માનતા હતાં આજ ના ભૌતિક યુગ વિશ્વ પર્યાવરણ ની અવનીતી ના કારણે પ્રદુષણ નો ભોગ બની રહ્યું છે ત્‍યારે આ પરિયાવરણ ની શુદ્ધિ માટે  યજ્ઞ કાર્ય ને ટોચ અગ્રતા આપી છે આ પર્યાવરણ ના રક્ષણ અને સવર્ધનના ઉમદા હેતુ સર આ વૈદિક યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે         

 પવૈ દિક યજ્ઞ ના યજમાન પદે આયોજન થયું છે જેમાં શાષાી નીતિન કુમાર તથા ઋષિકુમારો મંત્રોચ્‍ચાર સાથી પર્યાવરણ ની રક્ષા માટે આહવાન કરશે   ઉલ્લેખનીય છે કે માનવી ને સ્‍વ્‌સ્‍થ્‍ય જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાક ની જરૂર છે  આજે આ વિશાલ ધરતી પર કુદરતે આપેલા હવા પાણી અને જમીન માણસે જાતેજ પોતાની જરૂરિયાતો  સંતોષવા માટે પર્યાવરણની ઘોર ખોદી છે હવાનું પ્રદુષણ ખુબ વધ્‍યું છે રીફાઈનરીઓ ઉદ્યોગો અને વાહનો ના કારણે ધુમાડાથી  હવાનું પ્રદુષણ ગંભીર બન્‍યું છે પળથ્‍વી  પરના નદી નાળા તળવો સાગર વગેરેને માણસ જાતે ગંદા કર્યા છે.

ગ્‍લોબલ વોમિર્ંગ, ધરતી કંપ, અનિયમિત વરસાદ અલનીનોના પ્રભાવથી વિકર્મી ગરમી પૂર અતિવળષ્ટિ જેવા કુદરતી અને માનવ સર્જિત  આપતિઓના ભયકંર પરિણામો ભોગવી રહ્યો છે  કુદરતી સંપતી એવી હવા પાણી જમીન જેવી અમૂલ્‍ય કિંમતી વસ્‍તુ ને સાચવવી જરૂરી છે આથી પર્યાવરણ ની શુદ્ધિ માટે આ આર્ય સમાજ દ્વારા વૈદિક યગ્નોત્‍સવનું  આયોજન કરવામાં આવેલ છે.  આર્ય સમાજના પ્રમુખ  ધનજી ભાઈ આર્ય અને મંત્રી કાંતિ ભાઈ જુંગી વાલા ના માર્ગદર્શન હેઠળ આર્ય સમાજના હોદેદારો સુરેશભાઈ જુંગી દિલીપ ભાઈ જુંગી, હારનારાયણ સિંહ, નાથાલાલ  લોઢારી ગગનભાઈ કુહાડા આર્ય સમાજ મહિલા મંડળ, આર્ય યુવા દળ, સહિત આર્ય સમાજના ભાઈ બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:49 am IST)