Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ર૬ ગુનામાં સામેલ ધ્રાંગધ્રાનો આરોપી ઝડપાઇ ગયો

વઢવાણ : ધ્રાંગધ્રા, બજાણા અને બનાસકાંઠામાં મળીને કુલ વિવિધ ૨૬ ગુન્‍હામાં સંડોવાયેલો ખૂંખાર આરોપી ધ્રાંગધ્રા સીટી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રામાં લૂંટના ગુન્‍હાનો આરોપી ગંભીરસિંહ ઉર્ફે પીન્‍ટુ મનુભા જાડેજા, રહે-ખજૂરીયા નાની બજાર, ધ્રાંગધ્રાને ગણતરીના કલાકોમાં જ ફિલ્‍મી ઢબે પીછો કરી ઝડપી પાડ્‍યો હતો. આ આરોપી કુલ ૨૬ ગુન્‍હામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્‍યું હતું. જેમાં ૨૪ ગુન્‍હા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્‍ટેશનમાં અને એક ગુન્‍હો બજાણા પોલીસ મથકમાં અને એક ગુન્‍હો બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ મથકમાં ગુન્‍હો નોંધાયેલો છે.આરોપી  છરી વડે ઇજા કરી મોટર સાયકલ અને મોબાઈલની લૂંટ કરી નાસી છૂટયો હતો. ત્‍યારે ધ્રાંગધ્રા Dysp જે.ડી.પુરોહિતની આગેવાની  હેઠળ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પીઆઇ એમ.યુ.મસી, પીએસઆઇ એચ.જી.ગોહિલ, એ.એ.મલેક, બી.જે.સોલંકી, સંજયભાઈ મુંધવા, પ્રતાપસિંહ રાઠોડ, પ્રવિણસિંહ ચાવડા, બ્રિજરાજસિંહ ઝાલા, સરફરાજભાઇ મલેક અને નરેન્‍દ્રસિંહ ઝાલા સહિતના પોલીસ સ્‍ટાફે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી બાતમી મેળવી  પકડી પાડી મોટર સાયકલ અને મોબાઈલ સહિતનો મુદામાલ રિકવર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(11:49 am IST)