Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ઉનામાં જુગાર દરોડોઃ ૩ શખ્‍સો ૧૦૪૮૦ની રોકડ સાથે ઝડપાયા

(નવીન જોષી દ્વારા) ઉના તા.૨૮: કોર્ટ વિસ્‍તારમાં સર્વલન્‍સ સ્‍કવોર્ડ જુગાર દરોડો પાડીને જુગાર દરોડો પાડીને જુગાર  રમતા ૩ શખ્‍સોને ૧૦૪૮૦ ની રોકડ સાથે પકડી લીંધા છે.

સર્વેલન્‍સ સ્‍કોડના પો.સબ.ઇન્‍સ. એચ.એલ. જેબલીયા તથા એ.એસ.આઇ. ધર્મેન્‍દ્રસિંહ માનસિંહ પરમાર, ભાવેશભાઇ કરશનભાઇ ખસીયા, જોરૂભા નારણભા મકવાણા, પો.હેડકોન્‍સ.નાનજીભાઇ સાર્દુલભાઇ ચારણીયા, અનિરૂધ્‍ધસિંહ કચરાભાઇ બારડ, હરપાલસિંહ મહાવીરસિંહ તથા પો.કોન્‍સ.વિજયભાઇ હાજાભાઇ રામ, તથા વિજયભાઇ દુદાભાઇ ચોૈહાણ તથા રાહુલભાઇ નારણભાઇ છેલાણા તથા અનિલભાઇ ભુપતભાઇ જાદવ એ રીતેના પો.સ્‍ટાફે ઉના પેટ્રોલીંગ દરમ્‍યાન એ.એસ.આઇ. ભાવેશભાઇ કરશનભાઇ ખસીયા તથ વિજયભાઇ દુદાભાઇ ચોૈહાણ તથા પો.કોન્‍સ.રાહુલભાઇ નારણભાઇ છેલાણા તથા સંયુકત બાતમી  જુગારની મળી હતી.

કોર્ટ વિસ્‍તાર નદીના કાંઠે જાહેરમાં આરોપીઓ અબદુભાઇ અબાહસન લાહેજી, સરફરાજ હાકમશા ફકીર તથા રીયાજભાઇ ફારૂકભાઇ ચોૈહાણ રે.ઉના કોર્ટ વિસ્‍તાર મચ્‍છી માર્કેટ પાસે તા.ઉના જી.ગીર સોમનાથ વાળાઓને રોકડ રૂ.૧૦,૪૮૦/- સાથે પકડી લીધાં છે.

(11:50 am IST)