Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સાવરકુંડલાઃ ગાવડકા પ્રાથમિક શાળાનું ગૌરવ નૂતન માલવીયા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૨૭: ઓલ ઇન્‍ડિયા સિવિલ સર્વિસ દ્વારા ચંદીગઢ સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ ખાતે આયોજીત એથ્‍લેટ્‍કિસ મીટમાં ગુજરાતની પ્રથમ મહિલા માલવિયા નૂતનબેન લાંબીકૂદમાં ગોલ્‍ડમેડલ મેળવી ગાવડકા પ્રા.શાળા તા.જી. અમરેલી તથા સમગ્ર શિક્ષણ વિભાગનું નામ રોશન કર્યું છે.

૨૦ થી વધારે નેશનલ ગેમ્‍સનો અનુભવ ૧૦ થી વધારે ગોલ્‍ડ ૪ સિલ્‍વર અને ૨ બોન્‍ઝ મેડલ મેળવી ફરી એકવાર અનોખી સિધ્‍ધી પ્રાપ્‍ત કરી છે.

(12:56 pm IST)