Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

૩ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૮: જૂનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચન તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્‍ટેશનના ગુન્‍હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના તેમજ આગામી સમયમાં લોકસભા સામાન્‍ય ચૂંટણી -૨૦૨૪ યોજાનાર હોય જે અન્‍વયે ડી.જી.પી. ગાંધીનગર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને અટક કરવા સારૂ સમગ્ર ગુજરાત રાજ્‍યમાં નાસતા ફરતા આરોપી અટક કરવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં કરણ નાથાભાઇ કોડીયાતર રહે. થાપલા ગામ તા. માણાવદર જી. જૂનાગ, અબુ આરબ કેવર, (ઉ.વ.૫૨) રહે. મુળ ગામ સાંતલપુર તા.વંથલી, હાલ રહે. સુત્રાપાડા જી.ગીર સોમનાથ, જયેશ ભાયાભાઇ ગઢવી (ઉ.વ.૨૬) રહે. જૂનાગઢ, હુડકો પોલીસ લાઇન પાછળની ધરપકડ કરી છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢના, પો.ઇન્‍સ. જે.જે.પટેલ, પો.સ.ઇ. ડી.કે.ઝાલા, એ.એસ.આઇ પુંજાભાઇ ભારાઇ, વિક્રમભાઇ ચાવડા, પો.હેડ કોન્‍સ. મહેન્‍દ્રભાઇ ડેર, વનરાજસિંહ ચુડાસમા, પો.કોન્‍સ. ચેતનસિંહ સોલંકી, પેરોલ ફર્લો સ્‍કવોડના પો.હેડ કોન્‍સ. જયદીપભાઇ કનેરીયા, સાહિલ સમા, દિપકભાઇ બડવા, વરજાંગભાઇ બોરીચા વિ.પો.સ્‍ટાફે કરી છે.

(12:58 pm IST)