Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જેતપુરમાં ગાંજાના જથ્‍થા સાથે બે પકડાયા

જો જો ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એડવાઇઝરની ઓફિસમાં સીટી પોલીસનો દરોડોઃ મહિપત ખુમાણ તથા ગોવિંદ કંરગીયાની ધરપકડ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૮ : જેતપુરના ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એડવાઇઝરની  ઓફિસમાં ૩૯૦ ગ્રામ ગાંજા સાથે બે શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા.

શહેરના નાર્કોટીકસ માદક પદાર્થ વેચનારાઓને પકડી પાડવા એસપી જયપાલસિંહ રાઠોડની સુચનાથી ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ ઝુ઼બેશ ચાલુ હોય દરમિયાન બાતમી મળેલ કે જુનાગઢ રોડ પર આવેલ ગ્‍લોબ કોમ્‍પ્‍લોકેસમાં એક ઓફિસમાં વનસ્‍પતી ગાંજો રાખેલ હોય જે આધારે સીટી પીઆઇ એ.ડી.પરમાર, પીએસઆઇ વી.સી. પરમાર તથા સ્‍ટાફના રવજીભાઇ હાપલીયા, ભાવેશભાઇ ચાવડા, સી.ટી.વસૈયા, જયેશભાઇ દાફડા, અમીતભાઇ સીદપરા, ભરતભાઇ ગમારા, શકિતસિંહ ઝાલા, દિનેશભાઇ વીરડાને સાથે રાખી જરૂરી કાર્યવાહી કરી જો જો ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એડવાઇઝર નામની ઓીફસમાં રેડ કરતા ટીપોઇ ઉપર વનસ્‍પતીની જન્‍ય માદક પદાર્થ મળી આવતા એફએસએલમાં ખરાઇ કરાવી તે ગાંજો હોય, ગાંજાનો જથ્‍થો ૩૯૦ ગ્રામ કિ. ૩૯૦૦નો મળી આવતા પોલીસે મહીપત ધીરૂભાઇ ખુમાણ (રહે. યોગીનગર) તથા ગોવિંદ કેશુભાઇ કરંગીયા (રહે. સામાકાંઠા)ને ગાંજો મોબાઇલ-૩ મળી કુલ રૂા.૧૮૯૦૦નો મુદામાલ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

(12:59 pm IST)