Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જામનગરના વધુ એક કલાકારની ચિરવિદાય : યુવા અભિનેતા ભૌમિક આહીરનું અકાળે નિધન

ગુજરાતી ફિલ્મ, નાટક અને હિન્દી સિનેમામાં પણ અભિનયના ઓજસ પાથર્યા હતા : નાની વયે વિશાળ મિત્ર વર્તુળ ધરાવનાર ભૌમિક આહિરના નિધનથી ઘેરા શોકની લાગણી

જામનગર : જામનગરના વધુ એક કલાકારની ચિરવિદાય થઇ છે, જામનગરના પ્રતિભાશાળી યુવા અભિનેતા ભૌમિક આહિરનું અકાળે નિધન થયું છે, ગુજરાતી ફિલ્મો , નાટકો અને હિન્દી સિનેમામાં અભિનયના ઓજસ પાથરનારા ભૌમિક આહીરે સત્યપ્રેમ કી કથા ફિલ્મમાં યાદગાર અભિનય આપ્યો હતો, નાની વયે વિશાળ મિત્ર વર્તુળ ધરાવનાર ભૌમિકના પિતા દિનેશભાઇ એન્ટી કરપશન બ્યુરોમાં ASI તરીકે ફરજ બજાવે છે જયારે તેના માતા સુનીતાબેન ગાયત્રી શક્તિપીઠ સાથે જોડાયેલા છે, યુવા પ્રતિભાશાળી કલાકારના નિધનથી ઘેરા શોકની લાગણી ફેલાઈ છે

 

(10:56 pm IST)