Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

મોરબી જીલ્લામાં ૧૮ હજારથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર, ૧૭૧ શતાયુ નાગરિકો મતદાન કરશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : લોકસભા ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે અને વહીવટી તંત્ર ચુંટણી તૈયારીમાં લાગી ગયું છે જેમાં મતદારોની વિગતો પણ સામે આવી રહી છે જેમાં મોરબી જીલ્લામાં ૧૮ હજારથી વધુ યુવા મતદારો જે પ્રથમ વખત મતદાન કરશે તો ૧૭૧ શતાયુ નાગરિકો અને ૮૯ થી વધુ વયના ૨૫૬૮ નાગરિકો મતદાન કરશે.

   મોરબી જીલ્લામાં આવતી ૬૫ મોરબી, ૬૬ ટંકારા અને ૬૭ વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં નોંધાયેલા મતદારોની વિગતો જોઈએ તો મોરબી બેઠક પર કુલ ૧,૫૦,૪૧૯ પુરુષ અને ૧,૩૯,૮૫૨ સ્ત્રી મતદારો તેમજ ૦૮ ટ્રાન્સ જેન્ડર મતદારો નોંધાયેલા છે તો ટંકારા બેઠક પર ૧,૨૯,૮૧૪ પુરુષ અને ૧,૨૨,૧૯૦ સ્ત્રી મતદારો જયારે વાંકાનેર બેઠક પર ૧,૪૭,૯૭૬ પુરુષ, ૧,૩૮,૭૩૪ સ્ત્રી મતદારો અને ૦૨ ટ્રાન્સ જેન્ડર મતદારો નોંધાયેલા છે.

     જેમાં પ્રથમ વખત મતદાન કરશે તેવા ૧૮-૧૯ વર્ષની વયના મોરબીમાં ૫૫૯૪, ટંકારા બેઠક પર ૬૦૭૩ અને વાંકાનેર બેઠક પર ૬૫૪૪ યુવા મતદારો નોંધાયેલા છે જયારે ૨૦ થી ૨૯ વર્ષની વયના મોરબીમાં ૫૮,૮૧૩, ટંકારામાં ૫૦,૪૮૮ અને વાંકાનેરમાં ૬૪,૮૯૯ મતદારો નોંધાયેલા છે ૮૫ થી વધુ વયના મોરબીમાં ૨૬૫૭ ટંકારામાં ૨૩૬૯ અને વાંકાનેરમાં ૨૫૬૮ મતદારો જયારે ૧૦૦ થી વધુ વયના મોરબીમાં ૫૦, ટંકારામાં ૪૨ અને વાંકાનેરમાં ૭૯ એમ કુલ ૧૭૧ શતાયુ મતદારો મતદાન કરશે સાથે જ દિવ્યાંગ મતદારોની વાત કરીએ તો મોરબીમાં ૧૪૮૯, ટંકારામાં ૧૬૧૪ અને વાંકાનેરમાં ૧૮૩૦ મળીને કુલ ૫૦૩૩ મતદારો નોંધાયેલા છે

   
(1:15 am IST)