Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ગોંડલ સિવિલ કોર્ટમાં લીગલ આસી.સર્વિસ સેન્ટરનો પ્રારંભ

ગોંડલ : જિલ્લા કાનુની સેવા સત્તામંડળ રાજકોટના સેક્રેટરી એચ.વી.જોટાણીયાએ તેમની યાદીમાં જણાવેલ કે, આ સર્વિસ સેન્ટરથી કાનુની સહાયના કાયદા મુજબ ગોંડલ તાલુકાના રહેવાસીઓને તેમજ પક્ષકારોને સરકારની અમલીય યોજનાઓ તથા કાયદાકીય સહાય સરળતાથી મળી શકશે. ગોંડલ તેમજ આજુબાજુના ગામડાની જનતા માટે આ સેન્ટર ખૂબ જ ઉપયોગી અને લાભદાયી નીવડશે તેમ જણાવેલ છે.

(11:39 am IST)