Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

આટકોટમાં ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપાયો

આટકોટ : જસદણ જળ સર્કલ ખાતે  રાહુલભાઇ કરશનભાઇ અલગોતર ઉવ.૨૦ જાતે.ભરવાડ રહે.કેરાળા તા.ગઢડા જી.બોટાદ વાળાને આગળ-પાછળ નંબર પ્લેટ વગરના હિરો સ્પ્લેન્ડર મો.સા. જેના એંજીન નં-HA10AGHHKG8963 તથા ચેસીસ નંબર MBLHAR084HHK52910 વાળુ આધાર પુરાવા કે આર.સી. બુક વગર ચલાવીને મળી આવતા મજકુર વિરૂધ્ધ જસદણ પો.સ્ટે C.R.P.C. કલમ ૪૧(૧)ડી,૧૦૨ મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.બ્રાંચના રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર  એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા તથા પો.હેઙ.કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા સાહીલભાઇ ખોખર સાથે રહ્યા હતા.

(11:41 am IST)