Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કોરોના બાદ થતી તકલીફની સારવારનો કેમ્પ

ગોંડલ જહાટકિયા હોસ્પિટલમાં વિશેષ આયોજન

રાજકોટ,તા.૨૯: કોરોના બાદ થતી તકલીફો નબળાઈ, પગમાં દુખાવા, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગભરામણ, અનિદ્રા, ડિપ્રેશન, પેટની તકલીફો, માથાનો દુખાવો વગેરે અંગેની સારવારનો કેમ્પ ગોંડલમાં શ્રીમતી શારદા જહાટકિયા હોસ્પિટલ ખાતે આજે યોજાઈ રહ્યો છે. આ કેમ્પમાં હોમિયોપેથી નિષ્ણાંત ડો.શ્વેતા દવે સેવા આપી રહ્યા છે.

કેમ્પનો લાભ લેવા તથા કોરોના બાદ થતી તકલીફો અંગે માહિતી માટે ૦૨૮૨૫-૭૪૧૮૯૫૧ અથવા મો.૯૭૨૭૪ ૧૮૯૫૧ નંબર પર સંપર્ક થઈ શકે છે. આ કેમ્પ સ્વ.ડો.ભાનુભાઈ દેસાઈ તથા સ્વ.ગુણીચલ  દેસાઈના સ્મરણાર્થે આયોજિત થયો છે.

(11:58 am IST)