Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

પોરબંદર પોલીસે રાજસ્થાન પોલીસની મદદમાં જોડાઈને ૧ કિલો ચાંદી રીકવર કરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૯ :. પોરબંદર પોલીસે રાજસ્થાન પોલીસની મદદમાં રહીને એક ગુન્હામાં એક કિલો ચાંદી રીકવર કરી આવી હતી.

પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈનીએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ખાસ સૂચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા તથા કીર્તિમંદિર પીઆઈ એચ.એલ. આહિર માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પો. સ્ટે. સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ આર.એલ. મકવાણા તથા પો. હેડ કોન્સ. એમ.કે. માવદીયા, બી.પી. કારેણા તથા પો.કોન્સ. ભીમાભાઈ દેવાભાઈ ઓડેદરા તથા ભરત શીંગરખીયા સાથે લોકડાઉન અમલવારી અનુસંધાને પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રાજસ્થાન સીરોહી જીલ્લાના મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દિક્ષાએ આરોપીએ ૧ કિલો ચાંદી આરોપી પોરબંદર ખાતે ફરવા માટે આવતા આરોપી પાસે પૈસા ન હોવાથી સાહેદ રાજેન્દ્રભાઈ ચુનીલાલ લોઢીયા રહે. પોરબંદરવાળાને ૧ કિલો ચાંદી આપેલ અને કહેલ કે હું આ પછી છોડાવી જઈશ બાદ રાજસ્થાન શીવગંજ નામદાર કોર્ટમાં આરોપી સામે એમ. કેસ થયેલ જે ગુનાના કામનો મુદામાલ ચાંદી હોય જે મુદામાલની તપાસના કામે પીઆઈ શ્રી દિક્ષા તથા સ્ટાફના માણસો આવતા ગુનાના કામે ગયેલ મુદામાલ ૧ કિલો ચાંદી ચોરસા નંગ ૨ કિં. રૂ. ૫૫૦૦૦ નો સાહેદ રાજેન્દ્રભાઈ ચુનીલાલ લોઢીયા રહે. પોરબંદરવાળા પાસેથી રીકવર કરાવવામાં આવેલ. આમ ઉપરાંત ગુનાના કામે રાજસ્થાન પોલીસને ૧૦૦ ટકા મુદામાલ રીકવર કરાવી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.  આ કામગીરીમાં કીર્તિમંદિર પો. સ્ટે.ના પીઆઈ એચ.એલ. આહિર તથા પીએસઆઈ આર.એલ. મકવાણા, એમ.કે.માવદીયા, બી.પી. કારેણા તથા કોન્સ. ભીમાભાઈ દેવાભાઈ ઓડેદરા, ભરત નાથાભાઈ શીંગરખીયા વિગેરે રોકાયેલ હતા.

(1:06 pm IST)