Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

મોરબીમાં આયોજન મંડળની બેઠકમાં ૩૫૦ જેટલા વિકાસના કામોને મંજુરી મળી

પ્રભારીમંત્રીની અધ્યીક્ષતામાં આયોજન મંડળની બેઠક મળી રૂા.૭૬૭.૩૦ લાખના ૩૫૦ જેટલા વિકાસના કામો મંજૂર

મોરબી :મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી અને ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને આજે સોમવારે જિલ્લા૭ કલેકટર કચેરી ખાતે આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા્ના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિકત જિલ્લાં આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇઓ તથા અન્યન વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માટે રજૂ કરવામાં આવેલ ૭૬૭.૩૦ લાખના ૩૫૦ જેટલા વિકાસના કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જીસ્વામન મારફત ગાંધીનગરથી વીડિયો કોન્ફરરસીંગના માધ્યિમથી જોડાયેલા અધ્યઠક્ષ સૌરભભાઇ પટેલે મોરબી જિલ્લાોના સર્વાંગી વિકાસ માટે પીવાના પાણી, ભૂર્ગભગટર, વિજળી, નાલાના કામોને ક્રમસહ અગ્રતા મુજબ હાથ પર લઇ ઝડપથી કામો પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતુ. તેમજ વર્ષ ૨૦૧૯-૨૦ના કામો જલદી પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી
આ બેઠકમાં જિલ્લાન આયોજન અધિકારી જીગ્નેશભાઇ બગીયાએ ૨૦૨૧-૨૨ના વર્ષની વિકેન્દ્રિજત જિલ્લાય આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓનું આયોજન આ બેઠકમાં રજૂ કર્યુ હતું.
આ બેઠકમાં પ્રભારીમંત્રી સૌરભભાઇ પટેલની સાથે ગાંધીનગરથી મોરબીના ધારાસભ્યઆ બ્રિજેશભાઇ મેરજા, કલેકટર જે.બી.પટેલ, મોરબી કલેકટર કચેરી ખાતે ટંકારા-પડધરી ધારાસભ્ય લલીતભાઇ કગથરા, વાંકાનેર ધારાસભ્યટ મહમદજાવિદ પીરઝાદા, જિલ્લાક પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ આર.કે. ચાવડા, મોરબી નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, સામાજીક ન્યામય સમિતિના ચેરમેન હંસાબેન પારધી, નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી તેમજ મોરબીના તાલુકા મથકેથી તાલુકા અમલીકરણ અધિકારીઓ વીડિયો કોન્ફ રસીંગના માધ્યતમથી બેઠકમાં ઉપસ્થિાત રહ્યા હતા.

(9:55 pm IST)