Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

કેશોદ પીજીવીસીએલના નાયબ ઇજનેરનો વિદાય સમારંભ

કેશોદ : કેશોદ પીજીવીસીએલના નાયબ ઈજનેરશ્રી કે.ડી.સારેલ વય મર્યાદાના કારણે નિવૃત થતાં કેશોદના ધેડ પંથકના ગ્રામ્યવિસ્તારના લોકો દ્વારા દબદબાભેર વિદાય સમારંભ યોજી તેમનું સન્માન કરવામાં આવેલ હતુ. મહિસાગર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સંતરામપુરના ખેડુત પુત્ર કાનજીભાઈ ડીતાભાઈ સારેલ જેઓએ પ્રથમ ૧૯૯૪માં વિસનગર મહેસાણા ખાતે લાઈન ઈન્સ્પેકટર તરીકે ફરજમાં જોડાયા બાદ ૧૯૯૭માં બનાસકાંઠાના દિયોતર ખાતે થોડા મહીના ફરજ બજાવી ત્યારબાદ માંગરોળ , માધવપુર, ભાવનગર અને ચોરવાડમાં ફરજ બજાવી ૧૯૯૮થી કેશોદમાં ગ્રામ્ય - ર માં નાયબ ઈજનેર તરીકે સતત ૨૩ વર્ષ સુધી લોક પ્રશ્નોને વાચા આપી લોકોમાં સારી એવી ચાહના મેળવી સફળ ફરજ બજાવયા બાદ વય મર્યાદાના કારણે નિવૃત થતાં દ્યેડ પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા કેશોદના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના મંદિરના સાનિધ્યમાં ધુણેશ્વર દાદાના દર્શન કરી વિદાય સમારંભ તથા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ હતુ. આ વિદાય સમારંભમાં ભાજપ આગેેેવાન પરબતભાઇ પીઠીયા, રાજુભાઈ બોદર, વિજય મારૂ, ભરત બારીચા ખેડુત આગેવાન અરજણભાઈ બોદર ઈસરા સરપંચ વરજાંગભાઈ રામ, હરદાસભાઈ રાવલીયા, કેશોદ પ્રેસ કલબનાં પ્રમુખ ગોવિંદ હડિયા તથા પત્રકાર રાજુભાઈ પંડ્યા અને પીજીવીસીએલ ઈજનેર ફટાણીયા સહિત જુદા જુદા ગામોના પીજીવીસીએલ ગ્રાહકો ખેડુત આગેવાનો દ્વારા પીજીવીસીએલ નિવૃત નાયબ ઈજનેર કે. ડી. સારેલનું પુષ્પગુચ્છ ફુલહાર સાલ ઓઢાડી તથાા મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતુ. વિદાય સમારંભના નાયબ ઈજનેર સારેલએ  જણાવેલ કે છેલ્લા ત્રેવીસ વર્ર્ષથી મેં કેશોદ વિસ્તારમાં પ્રમાણિકપણે સેવા બજાવી લોક પ્રશ્નોને વાચા આપવા હંમેશા મેં મારાથી બનતા પ્રયત્નો કરેલછે ત્યારે આ વિસ્તારના લોકો તરફથી પણ મને આટલોજ પ્રેમ લાગણી અને હુંફ મળેલછે જે મારા માટે કાયમી યાદગાર બની રહેશે. (તસ્વીર-અહેવાલ : કિશોરભાઇ દેવાણી-કમલેશ જોષી -કેશોદ)

(11:26 am IST)