Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

સુરેન્દ્રનગરમાં કોરોના રસીની અછત : ૩ કેન્દ્ર બંધ

કૃષ્ણનગર અર્બન સેન્ટરમાં વેકિસન લેવા રિક્ષાચાલકો, લારી ધારકો, છૂટક ધંધાર્થીઓ, શહેરીજનો ઉમટી પડ્યા

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા. ૨૯: સુરેન્દ્રનગર પંથકમાં કોરોના સંક્રમણ તો અટકયું છે પરંતુ સરકાર દ્વારા રસીકરણ વધારવાની ફકત વાત કરવામાં આવતી હોય તેવો સ્પષ્ટ વર્તાય રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણનો પૂરતો જથ્થોના આવતો હોવાના કારણે અનેક રસીકરણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર પંથકમાં કાલે ફકત ૭૨૨૬ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણ અટકયું છે સામે રસીકરણ નીચો થવા લાગ્યું છે.

હાલમાં પરિસ્થિતિ મુજબ જિલ્લાવાસીઓ ની તો રસીકરણ કેન્દ્ર ઉપર લાંબી લાઈનો લાગી રહી છે પરંતુ સરકાર દ્વારા જે રસી પહોંચાડવામાં આવી રહી છે તેનો જથ્થો પૂરતી સંખ્યામાં સુરેન્દ્રનગર પંથકના પહોંચાડવામાં આવતો નથી તેને લઈને હાલમાં એક રસીકરણ કેન્દ્રો ઉપર ફકત ૧૨૦ લોકોને કોરોનાની વ્યકિતને આપવામાં આવતી હોવાનું પણ શહેરીજનો પાસેથી જાણવા મળી રહ્યું છે. સરકાર પાસે જ પૂરતો કોરોનાની રસીકરણનો જથ્થો ન હોવાના કારણે આવી સમસ્યાઓ સર્જાતી હોવાનો પણ રસીકરણ કેન્દ્ર ઉપર કામ કરતા સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે.

બીજી તરફ સરકાર દ્વારા અને જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા જિલ્લા વાલીઓને ફરજિયાત કોરોના ની રસી લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે તે વિસ્તારમાં શાકભાજીની લારીઓ અને છૂટક મજૂરી કરતા લોકો પણ કોરોનાની રસી લેવા માટે રસીકરણ કેન્દ્ર ઉપર જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા જે જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે કે નહીંવત્ પ્રમાણમાં પહોંચાડવામાં આવી રહ્યો છે જેને લઇને રસીકરણ કેન્દ્ર ઉપર રજિસ્ટ્રેશન થયા બાદ પણ બીજા દિવસે કોરોના ની રસી આપવામાં આવી રહી છે.

હાલની પરિસ્થિતિ મુજબ જિલ્લા વાસીઓની રસીકરણ કેન્દ્ર ઉપર લાંબી લાઈનો લાગી છે ત્યારે શહેરી વિસ્તારમાં સરકાર દ્વારા જે રસી નો જથ્થો ફાળવવામાં આવી રહયો છે તે ઓછો પાડવામાં આવી રહ્યો છે જેને લઇને ત્રણ રસીકરણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યા છે.

(12:27 pm IST)