Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

શાપરમાં બાઇક અકસ્માતમાં રામપરા ગીરના પટેલ યુવાન વૃજેશ સાંગાણીનું મોત

બાઇકમાં સાથે બેઠેલા મિત્રનો ઇજા સાથે બચાવઃ યુવાને રાજકોટમાં દમ તો્ડયો

રાજકોટ તા. ૨૯: શાપર વેરાવળમાં ખોડિયાર હોટેલ નજીક બાઇક અકસ્માતમાં ઇજા થતાં રામપરા (ગીર)ના પટેલ યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે સાથે બેઠેલા મિત્રનો ઇજા સાથે બચાવ થયો હતો.

જાણવા મળ્યા મુજબ મુળ રામપરા ગીરનો યુવાન વૃજેશ જયંતિભાઇ સાંગાણી (પટેલ) (ઉ.વ.૨૪) હાલ શાપર વેરાવળ રહી ત્યાંની આયુષી એન્જીનિયરીંગમાં નોકરી કરતો હતો. સાંજે તે અને મિત્ર બાઇક પર બેસીને શાપરથી રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્યારે ખોડિયાર હોટેલ નજીક અકસ્માત નડતાં વૃજેશને ગંભીર ઇજા થઇ હતી અને તેના મિત્રને પગમાં ઇજા પહોંચી હતી.

વૃજેશને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર યુવાન એક બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક આશાસ્પદ પુત્ર હતો.

(12:31 pm IST)