Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

અલ્ટ્રા-ટેક કંપનીમાં આગ ભભૂકીઃ બે મજૂરો ગંભીર

રાજુલા તા. ર૯ :.. ગઇકાલે સાંજે જાફરાબાદ તાલુકાના બાબરકોટ સ્થિત અલ્ટ્રા-ટેક સીમેન્ટ (નર્મદા સિમેન્ટ) કંપનીમાં ભયાનક આગ લાગેલ હતી. આગ એટલી ભયંકર લાગેલી કે, આજુબાજુના ગામડાઓમાં ધુમાડાના ગોટે-ગોટે જોવા મળેલ હતાં. તેમજ આગમાં બે જણા છગનભાઇ નારણભાઇ બારૈયા રે. બાબરકોટ અને અજયકુમાર નામના બે લેબરો ગંભીર રીતે દાઝયા હોય તેઓને સૌ પ્રથમ જાફરાબાદ અને બાદમાં ભાવનગર સારવાર હેઠળ છે.

સરપંચ દ્વારા એવુ જણાવેલ છે કે, કંપનીની બેદરકારીના કારણે આવા આગના બનાવો તેમજ રાત્રીના સમયે કલીનકર દ્વારા પ્રદુષણ ફેલાવવાના બનતા રહે છે. આ આગ શેના કારણે લાગેલ છે તે અંગે જાણવા મળેલ નથી. તેમજ આગના અને પ્રદુષણના બનતા બનાવોમાં સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ એકસપ્લોજીવ વિભાગ દ્વારા પગલા ભરવામાં આવે તેવી લોક માંગ છે.

તેમજ લોકોની જાન-માલની ખુવારી અને આરોગ્ય ઉપરનો ખતરો ઉભો થાય તે પહેલા તંત્ર અને જીલ્લાના તથા રાજયના અધિકારીઓ આ અલ્ટ્રા-ટેક કંપની સામે પગલા ભરે તેવી પણ અનકભાઇ સાંખટે માંગ કરેલ છે.

(1:49 pm IST)