Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

જુનાગઢમાં વેકસીનના પુરતા જથ્થાના અભાવે લોકો પરેશાન

સોમવારે માત્ર ૯૬૧૯ લોકોનું વેકિસનેશન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.ર૯ : કોરોનાની બીજી લહેર શાંત થઇ ગઇ છે પરંતુ રાજયના વિવિધ વિસ્તારોમાં વેકસીન માટે પોકાર ઉઠયો છે. જુનાગઢમાં વેકિસનના પુરતા જથ્થાના અભાવે લોકો હેરાન-પરેશાની થઇ ગયા છે.

સરકારે વેકિસન મહા અભિયાન શરૂ કર્યું છે પરંતુ વેકિસનનો પુરતો જથ્થો ફાળવવામાં ન આવતા લોકોને વેકિસન સેન્ટર પર ધકકા થાય છે.

મંગળવારે જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ૩૦૪ર અને ગ્રામ્યમાં ૬પ૭૭ મળી કુલ ૯૬૧૯ લોકોનું રસીકરણ થયું હતું. વેકિસન માટેનું રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવતા રસી લેવા ઇચ્છતા લોકોની સંખ્યા વધી છે. પરંતુ વેકિસન મળતી ન હોવાથી રોષ પ્રવર્તે છે.

દરમ્યાન ર૪ કલાકમાં જુનાગઢ જિલ્લા કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા હતા અને તેની સામે ૪ દર્દી ડિસ્ચાર્જ થયા હતા કાઇકાલે સદ્દનસીબે કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયુ ન હતું.

(3:09 pm IST)