Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ચોરી કરી કે છળ કપટથી મેળવેલ બીલ આધાર વગર ટ્રકની વ્‍હીલ પ્‍લેટો તથા સેન્‍ટીંગના લોખંડના ચોકા તથા રીક્ષા છકડો સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી જામનગર પોલીસ

જામનગર,તા. ૨૯: જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂની સુચના તથા એલ.સી.બી. ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્‍ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્‍ટાફના માણસો જામનગર શહેર વિસ્‍તારમા પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા તથા અન ડીટેકટ ગુન્‍હા શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

દરમ્‍યાન એલ.સી.બી. સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ વનરાજભાઇ મકવાણા તથા પોલીસ કોન્‍સ કિશોરભાઇ પરમાર તથા પો.હેડ કોન્‍સ અશોકભાઇ સોલંકી ને મળેલ હકિકત આધારે જામનગર શહેરમા બકાલા માર્કેટ પાસે (૧) સુલતાન આમદભાઇ ભાયા વાધેર રહે.મોરકંડા રોડ રબાની પાર્ક મકા મસ્‍જીદની પાછળ (૨) સબીર જુસબભાઇ દલ વાધેર રહે.માથલાભુંગા બેડી (૩) દિનેશ મંગલભાઇ માવ ભાનુશાળી રહે.શેકર ટેકરી ગરબીચોક જલેશ્વરી વસ્‍તુ ભંડારની બાજુમા વાળાઓએ ચોરી કે છળ કપટથી મેળવેલ (૧) સેન્‍ટીંગના બાંધકામમાં ઉપયોગ થતા લોખંડના ચોકા નંગ- ૧૭૦ જેમા એક ચોકાની કિ.રૂ. ૪૦૦/- લેખે કુલ કિ.રૂ.૬૮,૦૦૦ (૨) ટ્રકની વ્‍હીલ પ્‍લેટ નંગ-૩ જેમા એકો પ્‍લેટ ની કિ.રૂ.૫૦૦૦/-લેખે ત્રણ ની કિ.રૂ.૧૫,૦૦૦/- તથા (૩) રીક્ષા છકડા નંબર જી.જે.૧૨ વી.૭૪૮૯ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૩૩,૦૦૦/-ની ચીજ વસ્‍તુ ના મુદામાલ સાથે મળી આવતા શક પડતી મીલ્‍કત તરીકે કબ્‍જે કરી પોલીસ હેડ કોન્‍સ ધાનાભાઇ મોરીએ આરોપી વિરૂધ્‍ધ કાર્યદેસર કાર્યવાહી કરેલ છે

આ કાર્યવાહી  એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિહ જાડેજા, નિર્મળસિહ જાડેજા, યોગરાજસિહ રાણા, બળવંતસિહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા ,રાકેશભાઇ ચૌહાણ તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

(2:06 pm IST)