Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કચ્છના લખપતના સરહદી ગામોમાં હવે તીડના બચ્ચા દેખાતા ખેડૂતોને ઉચાટ : વાવણી વચ્ચે ખેડૂતોમાં ભય દરમ્યાન તંત્રએ ગામડાઓ ખૂંદી દવાનો છંટકાવ કર્યો શરૂ

(ભુજ) રણતીડના આક્રમણમાંથી માંડ માંડ બચેલા કચ્છના ખેડૂતો હજી નિરાંતનો શ્વાસ લે તે પહેલાં જ તીડના બચ્ચાઓએ ઉચાટ સર્જ્યો છે. રણતીડોએ લખપત તાલુકાના સરહદી ગામોમાં મોટી સંખ્યામાં ઈંડા મુક્યા હોઈ હવે બચ્ચાઓ બહાર આવી રહ્યા છે. લાખોની સંખ્યામાં બહાર આવેલા રણતીડના બચ્ચાઓ વાવેતર કરાયેલા પાકનો સોથ વાળી નાખશે એવા ભય સાથે ઉચાટ અનુભવતા ખેડૂતોએ ગ્રામસેવક અને તીડ નિયંત્રણ અધિકારીને જાણ કરી હતી. જેને પગલે સરહદી ગામો ગુનેરી, કાઢવાંઢ, જામ કુનરિયા સહિત પંથકના અન્ય ગામડાઓમાં દવાનો છંટકાવ શરૂ કરાયો છે. કચ્છ જિલ્લા તીડ નિયંત્રણ અધિકારી અશોક બારૈયાના જણાવ્યા પ્રમાણે ઈંડાંમાંથી નીકળ્યા પછી તીડના બચ્ચા દસ બાર દિવસ સુધી ઉડી શકતા નથી. પણ તંત્ર એલર્ટ છે અને ખેડૂતો'ય જાગૃત હોઈ તીડનું સંકટ ટળી જશે.

(9:39 am IST)