Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ઉનાના ગરાળ અને ચાચકવડમાં તીનપતી જુગાર રમતા ૧૬ શખ્‍સો ૪ર હજાર રોકડ સામે ઝડપાયા

ઉના, તા. ર૯ : તાલુકાના ગરાળ અને ચાચકવડ ગામે પોલીસે જુગાર રમતા ૧૬ શખ્‍સોને રૂપિયા ૪રર૪૦ રોકડા સાથે પકડી પાડયા હતાં.

પોલીસ ઇન્‍સ્‍પેકટર વિજયસિંહ ચૌધરીની સુચનાથી પોલીસ કમલેશભાઇ પીઠીયા, બાંભણીયા, નીલેશભાઇ છગનભાઇ, જગદીશભાઇ કરશનભાઇ ભીખુશા બચુશા, મેહુલસિંહ પ્રતાપસિંહ, અભિજીતસિંહ સહિત સ્‍ટાફે ગરાળ ગામે જાહેરમાં જુગાર રમતા (૧) રમેશ પથુભા રાઠોડ (ર) રાજુ સાજણ ભાલીયા (૩) કલ્‍પેશ કલ્‍યાણદાસ (૪) રવિ બાલુભાઇ વાઘેલા (પ) નવનીત માધુભાઇ ભાલીયા (૬) લખુભા રમજુભા રાઠોડ (૭) રવતુ વનુભા જાડેજા (૮) અજીતસિંહ બચુભા રાઠોડ (૯) ગીગા પુનાભાઇ ભાલીયા (૧૦) મનસુખ નાજાભાઇ સોલંકી (૧૧) મહેશ ગાંડા શિયાળ (૧ર) પ્રતાપસિંહ જસમતસિંહ રાઠોડ તીનપતીનો ગંજીપતાથી જુગાર રમતા રોકડા રૂા.૧૯૦૭૦ સાથે પકડી  ઉના લાવી ગુનો દાખલ કરેલ હતો.

ચાચકવડ ગામે પ્‍લોટ વિસ્‍તારમાં રજુભાઇ ગોવિંદભાઇ ચૌહાણના ઘરની બહાર જુગાર રમતા (૧) બાબુ ઉકાભાઇ ડોડીયા (ર) રાજુ ગોવિંદ ચૌહાણ (૩) મનુ ડાયાભાઇ ડાભી (૪) દિનેશ લાખા આત્રોલીયા રે. મૂળ પોરબંદર ચાચકવડ વાળાને પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂા.ર૩ હજાર ૧૭૦ રૂપિયા સાથે પકડી પાડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(10:28 am IST)