Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

આજે શ્રાવણ સુદ દશમના

શ્રી સોમનાથ મહાદેવને ગંગા દર્શન શ્રૃંગાર

વેરાવળ - પ્રભાસ પાટણ : ગઇકાલે સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ નોમના દિવસે અર્ધનારેશ્વર શ્રૃંગાર કરવામાં આવેલ હતો. જ્યારે આજે ગંગા દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો છે.

વેરાવળ - પ્રભાસપાટણ તા. ૨૯ : આજે શ્રાવણ સુદ દશમ છે. શ્રી સોમનાથ મહાદેવને ગંગા દર્શન શ્રૃંગાર કરાવવામાં આવ્યા છે.

સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા શિવભકતો માટે અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવેલ છે આ વ્યવસ્થા જોઈ શિવભકતો ભાવવિભોર થયેલ હતા.

શ્રાવણ માસમાં દેશભરમાંથી શિવભકતો સોમનાથ આવી રહેલ છે પહેલા દિવસે માનવીય ભુલને કારણે અવ્યવસ્થા સર્જાયેલ હતી અને તેનો હોબાળો ખુબજ થયેલ હોય જેથી સોમનાથ ટ્રસ્ટ પોલીસ વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થીઓ માટે અદ્ભુત વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અંદર જવા માટે ઓન લાઈન - ઓફ લાઈન પાસ આપવામાં આવે છે અને તેમાં ટાઈમ પણ નાખવામાં આવે છે સેનીટાઈઝર કરી અંદર પ્રવેશ આપવામાં આવે છે અંતર જળવાય તે માટે ગોળ રાઉન્ડ કરવામાં આવેલ છેઙ્ગ.

માસ્ક પહેરયા વગર કોઈને પ્રવેશ અપાતો નથી વિધાનસભા, સંસદસભા અથવા મોટા કાર્યક્રમો હોય તેમાં પ્રવેશ માટેની જે વ્યવસ્થા કરવામાં આવેલ છે તે જ વ્યવસ્થા દર્શનાર્થીઓ માટે કરાયેલ છે આ વ્યવસ્થા જોઈ આવતા  શિવભકતો પણ ભાવ વિભોર થયેલ હતા.(

(11:31 am IST)