Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

દરિયાઇ પટ્ટી વિસ્તારમાં નાળીયેરીના પાકમાં સફેદ માખીના રોગને નાથવા ધારાસભ્યની રજુઆત

પ્રભાસપાટણ તા. ર૮: દરિયાઇ પટ્ટી વિસ્તારમાં નાળીયેરીનું વાવેતર ખુબજ મોટા પ્રમાણમાં છે અને આ વિસ્તારનાં ખેડુતો નાળીયેરીના વાવેતરમાંથી પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવે છે.

દરીયાઇ વિસ્તારમાં વારંવાર કુદરતી આફતોને બાગાયતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય છે. વાયુ વાવાઝોડાને કારણે પણ નાળીયેરી અને અન્ય વૃક્ષોને નુકશાન થયેલ હતું. ત્યારબાદ લોકડાઉનને કારણે બજાર નહિ મળતા ખેડુતોને ખાવાના ફાંફાં થયેલ છે અને હવે નાળીયેરી તથા અન્ય બાગાયતી પાકોમાં સફેદ માખી (વ્હાઇટ ફલાઇ) એ ભયંકર ભરડો લીધો છે.

ખેડુતો પોતાની રીતે દવા છંટકાવ તથા અન્ય ઘણા પ્રયત્નો પણ કર્યા છે. પરંતુ પરીણામ નથી મળતું. આ રોગને કારણે અત્યંત કફોડી સ્થિતિમાં બાગાયતી ખેડુતો આવી ગયા છે.

આ અંગે કૃષી વિજ્ઞાનીકોને જાણ કરી આનું નિરાકરણ થાય અને આ રોગ સંપૂર્ણ નાશ પામે તેવું સંશોધન કરી તાલુકા વાઇઝ કેમ્પો કરી અને ખેડુતોને આ રોગ અંગે યોગ્ય માર્ગદર્શન આપે એવી ગોઠવણ કરવા માંગણી કરેલ છે. અત્યારે નાળીયેરી અને અન્ય બાગયતી ખેડુતોની આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે નાળીયેરીનું વૃક્ષ ઘણી ઉંચાઇએ આવેલ હોય જેમાં દવા છંટકાવ માટે હેવી સ્પ્રેની જરૂર પડતી હોય જેથી કરી દવા તથા છંટકાવ માટે સાધન તથા અન્ય ખર્ચમાં સહાય આપવા પણ સરકારને ભલામણ છે.

આ પ્રકારનો રોગ કેરલ અને આંધ્ર પ્રદેશ આવેલ હતો પરંતું અત્યારે ત્યાં નિયંત્રણમાં છે તો ત્યાંના તજજ્ઞનું પણ માર્ગદર્શન લઇ શકાય છે.

સાથે નાળીયેરી, આંબા, ચીકુ, જેવા ફળાવ બાગયતી પાકોને પણ વિમા કવચમાં સમાવેશ કરવામાં આવે એવી તેવી માંગણી તાલાલા વિસ્તારનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડે કરેલ છે અને કૃષી મંત્રી આર. સી. ફડદુને લેખિતમાં રજુઆત કરેલ છે અને બાગવતી પાકો બચાવવા માંગણી કરેલ છે.

(11:33 am IST)