Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ગીર-સોમનાથના ભાજપના ગ્રૃપમાં શરમજનક ઘટના : અશ્લીલ વિડિઓ 'સનિષ્ઠ કાર્યકર્તા ' ગ્રુપમાં અપલોડ

ભારે હોબાળો : અનેક મહિલા મેમ્બરો ધડા ધડ ગ્રુપમાંથી લેફ્ટ થયા : વિડિઓ મુકનારની ગ્રુપમાંથી હકાલપટ્ટી

ગીર-સોમનાથના ભાજપના ગ્રૃપમાં શરમજનક ઘટના સામે આવી છે. ભાજપના મહિલા સદ્સ્યો સહિતના આ ગ્રૃપમાં એક પુરૂષ કાર્યકર્તાએ અશ્લીલ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેને પગલે ચકચાર મચી ગઈ હતી.

ગીર સોમનાથમાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. સનિષ્ઠ કાર્યકર્તા નામના ગ્રુપમાં વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. પ્રતાપ પરમાર નામના સદસ્યએ અશ્લીલ વીડિયો અપલોડ કર્યો હતો.

વોટ્સપએપ ગ્રુપમાં જિ.પંચાયત અને નગરપાલિકાના મહિલા સદસ્યો પણ હતા. અશ્લીલ વીડિયોના પગલે ગ્રુપમાં હોબાળો થયો હતો. અનેક મહિલા મેમ્બરો ધડા ધડ ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા હતા.

અશ્લીલ વીડિયો પોસ્ટ થતાની સાથે જ મહિલા મેમ્બરો કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના ગૃપમાંથી લેફ્ટ થઈ ગયા હતા કારણ કે, કાર્યકર્તાઓના ગ્રૃપમાં આવો બિભત્સ વીડિયો પોસ્ટ થતા મહિલા અને પુરૂષ તમામ મેમ્બરો ક્ષોભ મૂકાયા હતા. જો કે બાદમાં વીડિયો પોસ્ટ કરનાર મેમ્બરની ગ્રૃપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો આ વોટ્સેપ પોસ્ટ વાયરલ થઈ ચુકી હતી.

(12:23 pm IST)