Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોરોના વિસ્ફોટ : મોરબી જિલ્લામાં આજે સવારે વધુ 28 કોરોના પોઝિટિવ કેસ : મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 293

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસો આવવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જયારે આજે એકસાથે 28 કેસ નોંધાતા કોરોના વિસ્ફોટ થયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો ગ્રાફ 293 પર પહોંચી ગયો છે.

મોરબીના વિવિધ સેન્ટરો પરથી લેવામાં આવેલા સેમ્પલોમાં 22 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં નવી પીપળી ગામમાં રહેતા 51 વર્ષીય, 25 વર્ષીય, 54 વર્ષીય, 70 વર્ષીય મહિલા એમ ચાર મહિલાઓ તથા એક 26 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. વધુમાં, મોરબીના વાવડી રોડ પર રહેતા 41 વર્ષીય મહિલા, મહેન્દ્રનગર ખાતે રહેતા 70 વર્ષીય પુરુષ, ટંકારામાં રોહિશાળા ખાતે રહેતા 23 વર્ષીય પુરુષ, નેકનામ ગામમાં ઓનેરી કંપનીના 53 વર્ષીય પુરુષ, કોઠી શેરીમાં રહેતા 65 વર્ષીય પુરુષ, મોરબીના શનાળા રોડ પાર ખેરની વાડીમાં રહેતા 58 વર્ષીય પુરુષ, ભાંડીયાની વાડીમાં રહેતા 36 વર્ષીય મહિલા અને 33 વર્ષીય પુરુષ, કાલિકા પ્લોટમાં શિવ સોસાયટી ખાતે રહેતા 48 વર્ષીય પુરુષ, મહેન્દ્રનગરના 49 વર્ષીય પુરુષ, ગ્રીન ચોક ખાતે રહેતા 24 વર્ષીય પુરુષ, આનંદનગરમાં રહેતા 55 વર્ષીય પુરુષ, રવાપર રોડ પર રહેતા 59 વર્ષીય પુરુષ, પંચાસર રોડ પર 52 વર્ષીય પુરુષ, વેજીટેબલ શેરીમાં રહેતા 80 વર્ષીય મહિલા, ઘાંચી શેરીમાં રહેતા 71 વર્ષીય પુરુષ તથા પખાલી શેરીમાં રહેતા 70 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત, મોરબીમાં રેપિડ કિટ દ્વારા લેવાયેલ સેમ્પલોમાં મોરબીના રવાપર રોડ પર નીતિન પાર્કમાં મંગલદીપ એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતા 58 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધુમાં, રાજકોટની ખાનગી હોસ્પિટલમાંથી લેવાયેલ સેમ્પલોમાં મોરબીના સેવા સદન પાસે રોટરી નગરમાં રહેતા 55 વર્ષીય પુરુષ તેમજ નરસંગ મંદિર નજીક સુભાષ નગર સોસાયટીની શેરી નં. 3માં રહેતા 68 વર્ષીય તથા 38 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ અમદાવાદની લેબોરેટરીમાં જાહેર કરાયેલા રિપોર્ટમાં મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા 46 વર્ષીય તથા 82 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, આજના 28 પોઝિટિવ કેસ સાથે મોરબી જિલ્લાનો કુલ આંક 293 થયો છે.

(1:19 pm IST)