Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

જામનગરમાં તળાવની પાળે બેસેલા વૃધ્ધનું અગમ્ય કારણસર ડૂબી જતા કરૂણ મોત

વર્લી-મટકાના આંકડા લખતા બે શખસ ઝડપાયા : જુગાર રમતા પાંચ ઝડપાયા

જામનગર તા. ૨૯ : અહીં શ્રીનીવાસ કોલોનીમાં રહેતા જયંતીભાઈ મોહનભાઈ સરધારા, ઉ.વ.પ૮ એ સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે મોહનભાઈ ભુરાભાઈ સરધારા, ઉ.વ.૮૧, રે. શ્રીનીવાસ કોલોની શેરી નં.–ર, સુમેર કલબ રોડ, જામનગરવાળા તળાવની પાળે પાણીની અંદર કોઈપણ કારણોસર ડુબી જતા મૃત્યુ પામેલ છે.

દલદેવળીયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા : એક ફરાર

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૃણાલભાઈ ઘનશ્યામભાઈ હાલા એ ફરીયાદ નોંધાવી છે કે, દલદેવળીયા ગામે સીમમાં જાહેરમાં જયશંકરભાઈ કરશનભાઈ દવે, ઘનશ્યામ પોપટભાઈ વિરાણી, પોપટભાઈ વીરાભાઈ નારીયા, રાજેશ ચમનભાઈ અજુડીયા, નયનભાઈ મથુરભાઈ રામોલીયા, રે. દલદેવળીયા ગામવાળા ખુલ્લામાં જુગાર રમી  રૂ.૩૦૭૦ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી જગદીશ હરીભાઈ નારીયા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધરારનગરમાં વર્લીના આંકડા લખતો શખ્સ ઝડપાયો

સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી ના હેડ કોન્સ. વનરાજભાઈ માંડણભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર–ર, પાવર હાઉસ પાસે, જામનગરમાં આરોપી આસીફભાઈ ઈસ્માઈલભાઈ ગોરી, રે. જામનગરવાળો જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા વર્લીમટકા ના આકડા લખેલ સ્લીપ તથા બોલપેન તથા રોકડા રૂ.ર૭૭૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

સાસરીયાઓના ત્રાસથી પરિણીતાએ જીવન ટુકાવવાનો પ્રયાસ કર્યો

લાલપુર પોલીસ સ્ટેશનમાં જયુભા કનુભા ગોહીલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧–૧–ર૦ર૦ના ત્રણેક માસથી તા.ર૭–૭–ર૦ર૦ દરમ્યાન ફરીયાદી જયુભા ની દિકરીના લગ્ન આજથી આશરે છએક માસ પહેલા આ કામના આરોપી શકિતસિંહ રાજુભા જાડેજા સાથે થયેલ હોય અને લગ્નના ત્રણેક માસ બાદ આરોપી શકિતસિંહ રાજુભા જાડેજા એ ફરીયાદી જયુભાની દિકરીબાને નોનવેજ શાક બનાવવા માટે દબાણ કરતો હોય અને અવાર–નવાર દુઃખ ત્રાસ આપી માર મારતો હોય તેમજ આરોપી શકિતસિંહ રાજુભા જાડેજા, રેખાબા રાજુભા જાડેજા, અનીતાબા અનોપસિંહ જાડેજા, રે. આરબલુસ ગામવાળા એ ફરીયાદી જયુભાની મરણજનાર દિકરી ને દહેજમાં ઓછો કરીયાવર લાવેલ હોય તેમ કહી વારંવાર મેણા ટોણા મારતા હોય અને જો ફરીયાદી જયુભાની દિકરી મરી જાય તો આરોપી શકિતસિંહ રાજુભા જાડેજા ના બીજી જગ્યાએ લગ્ન કરવાની વાતો કરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા વારંવાર દહેજની માંગણી કરી મેણાટોણા મારી માનસીક ત્રાસ આપતા ફરીયાદી જયુભાની દિકરીએ પોતાના સાસરીયે રહેણાક મકાનમાં પોતાની જાતે ગળાફાંસો ખાઈ આપઘાત કરવા મજબુર કરી ગુનો કરેલ છે.

રહેણાક મકાનમાં ગાંજા સાથે એક ઝડપાયો : એક ફરાર

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ. વી.કે.ગઢવી  એ ફરીયાદ નોંધાવી છે કે, ઘાંચીવાડ, ઘાંચીની ખડકી પાસે, જામનગરમાં આરોપી અલતાફ ઉર્ફે સીમુળો હુશેનભાઈ સમા, રે. જામનગરવાળો પોતાના કબ્જાના ભાડાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ર–કિલો ગ્રામ કિંમત રૂ.ર૦,૦૦૦નો ગાંજો તથા રોકડા રૂ.૧૦,પ૦૦ તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦ ડીજીટલ વજન કાંટો કિંમત રૂ.ર૦૦ મળી કુલ રૂ.૩૧,ર૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ઈદ્રીશ મહમદ હાલા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હુમલો કર્યાની રાવ

 સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ ઉર્ફે રામજીભાઈ દેવરાજભાઈ માંતગ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૨૨ના મહેશ્વરી નગર કાર્ગો, ટ્રાન્સપોર્ટ વાળી ગલી, જામનગરમાં ફરીયાદી વિજયભાઈના દિકરા તથા ભાઈ તથા પાડોશીઓ સાથે આરોપીઓ લખન પાલાભાઈ ધુલીયા, સુનીલ પાલા ધુલીયા, પાલાભાઈ ધુલિયા, દેવાભાઈ ફફલ એ ઝઘડો કરતા હતા જેથી ફરીયાદી વિજયભાઈ સમજાવવા જતા આરોપીઓએ આડેધડ પથ્થરોના છુટા ઘા કરી ફરીયાદી વિજયભાઈને પગમા તથા ભીમજીભાઈ ઉર્ફે દિનેશભાઈને કમરમાં ઈજા પહોંચાડી ગુનો કરેલ છે.

મોબાઈલ ચોરી

લાલપુર પોલીસ સ્ટેશનમાં પુનાભાઈ વરશીભાઈ કરમટા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૬ના ડબાસંગ ગામે ફરીયાદી પુનાભાઈનો સેમસંગ કંપનીનો જે–ર મોડલનો મોબાઈલ જેની કિંમત રૂ.૭૩પ૦ નો આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

આંકડા લખતો ઝડપાયો

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. આફતાબભાઈ હુશેનભાઈ સફિયા એ ફરીયાદ નોંધાવી છે કે, પટ્ટણીવાડ સદામ રેસ્ટોરેન્ટ પાસે, જામનગરમાં   હનીફભાઈ ચાંદભાઈ કુરેશી, રે. જામનગરવાળો જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા વર્લીમટકા ના આકડા લખેલ સ્લીપ તથા બોલપેન તથા રોકડા રૂ.૧ર૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપાયો

સીટી બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ભીમવાસ શેરી નં.૩ ના ઢાળીયા પાસે, ફોરેસ્ટની ઓફીસના ગેઈટની બાજુમાં રોડ પર તખુભા રૂપસંગજી રાઠોડ, રે.જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપટા નંગ–ર૪, કિંમત રૂ.૬,૦૦૦ વેચાણ અર્થે રાખી તેમજ એક બ્લેક એકટીવા મોટરસાયકલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(2:43 pm IST)