Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

મોરબી મચ્છીપીઠમાં પથ્થરમારો - સોડા બોટલના ઘા ઝીંકવાની ઘટનામાં ૬ શખ્સો સામે ફરિયાદ

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : આરોપીઓને ઝડપી લેવા તજવીજ

મોરબી તા. ૨૯ : મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ મચ્છી પીઠમાં આજે સાંજે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને છુટા પથ્થર તેમજ સોડા બોટલના ઘા ઝીકવામાં આવતા મચ્છી પીઠ તેમજ નજીકમાં આવેલ જુના બસ સ્ટેન્ડમાં નાસભાગ મચી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મચ્છીપીઠ વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ સામસામે આવ્યા હતા અને પથ્થરના ઘા તેમજ સોડા બોટલના છુટા ઘા કરવામાં આવ્યા હતા કેટલીક બોટલ બિલકુલ પાછળ આવેલ જુના બસ સ્ટેન્ડમાં પડી હતી જેથી પથ્થર અને બોટલનાં ઘા થયા તે મચ્છીપીઠ ઉપરાંત મોરબીના જુના બસ સ્ટેન્ડમાં પણ નાસભાગ મચી હતી.

બનાવની જાણ થતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગત સાંજના સમયે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી અને છુટા પથ્થરો અને સોડા બોટલના ઘા ઝીકવામાં આવ્યા હતા અને આસપાસ નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા મોરબી એ ડીવીઝન કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

આ મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં હબીબભાઈ સાયાભાઈ ભટ્ટીએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી હુશેન સીદીકભાઈ ખોડ, શાહરૂખ હાજીભાઈ ખોડ, અસલમ હાજીભાઈ ખોડ, ઈરાન હાજીભાઇ ખોડ, જુસબ હુશેનભાઈ ખોડ અને ઇમરાન હુશેનભાઈ ખોડએ આગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સમાન હેતુ પાર પાડવાના ઈરાદે ધોકા, લાકડી, પાઈપ જેવા હથિયારો ધારણ કરી સાહેદોને મારામારી કરી તથા ફરિયાદી હબીબભાઈ તથા સાહેદોના રહેવાના વિસ્તાર ઉપર પથ્થરો તથા સોડા બોટલોના છુટા ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(2:44 pm IST)