Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

જેતપુર માં વધુ એક તબીબ સહિત 4 કોરોના પોઝિટિવ શહેર અને ગ્રામ્યમાં 2-2 નોંધાયા

જેતપુર ::: શહેરના કેનાલ કાંઠે આવેલ સુવર્ણ ભુમી એપાર્ટમેન્ટ માં રહેતા ડો. ફુલાભાઈ ડોબરીયા ઉ. વ. 71, બોખલાં દરવાજા ભોજનાલય વાળી શેરીમાં રહેતા દાદુભાઈ રાણીંગભાઈ ખાચર ઉ. વ. 54 નો કોરોના પોઝિટિવ આવેલ. તેમને સ્ટાર સેનર્જી હોસ્પિટલ માં દાખલ કરાયા છે. 

 તેમજ પીઠડીયા નો યુવાન જશમીન વલ્લભભાઈ ડાવરા ઉ. વ. 32, વીરપુરના વૃધ્ધ ગુણવંતરાય પી. જોષી ઉ. વ. 60 નો ટેસ્ટ કીટ થી કોરોના ટેસ્ટ કરતા પોઝિટિવ આવતા તેમને સારવાર માં ખસેડી આરોગ્યની ટીમે કાર્યવાહી હાથ ધરી. આજના 4 કેસ સહિત કુલ 74 કોરોના પોઝિટિવ નોંધાયા.

(3:08 pm IST)