Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

મોરબી : છેતરપીંડીનો ભોગ બનેલ યુવાન પોલીસ ફરિયાદ કરવા ગયો તો પોલીસે ઉદ્ધત વર્તન કર્યું.

મોરબીમાં કોઈ સાથે છેતરપીંડી કરવામાં આવે અને ભોગ બનનાર ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચે તો પોલીસ ફરિયાદ નોંધવાને બદલે પોલીસ ઇન્સ્પેકટર દ્વારા અરજદાર સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોય તેમજ જ્ઞાતિ વિશે બેફામ વાણીવિલાસ કર્યાની અરજી એસપીને કરવામાં આવી છે
મોરબીની આલાપ પાર્ક સોસાયટીમાં રહેતા હિરેનભાઈ મનસુખભાઈ પટેલે જીલ્લા એસપીને લેખિત અરજી આપી જણાવ્યું છે કે તે કોસ્મેટીક આઈટમનો વેપાર કરતા હોય અને મોરબીના રિલાયન્સ મોલમાંથી માલની ખરીદી માટે રિલાયન્સ મોલના મેનેજર સમયસિંગને કટકે કટકે તા. ૦૯-૦૭-૨૦૨૨ થી તા. ૧૨-૦૭-૨૦૨૨ ના ગાળામાં રૂ ૧૭,૩૫,૦૦૦ મોલમાંથી માલની ખરીદી કરવા એડવાન્સ આપ્યા હતા અને માલ માટે તેનો સંપર્ક કરતા કંપનીમાંથી માલ આવેલ નહિ હોવાનું જણાવ્યું હતું તેમજ રિલાયન્સ કંપનીના બીલની કોપી પૈસા જમા કરાવેલ હોય તે વખતે આપતા હોય અને ડીલીવરી વખતે જમા કરાવવાનું કહેતા હોય પરંતુ પાંચેક દિવસ સુધી માલની ડીલીવરી નહિ મળતા તા. ૧૬ જુલાઈના રોજ રૂબરૂ રિલાયન્સ મોલ જઈને અરજદાર મોલના જનરલ મેનેજર વિમલભાઈ હાથીને મળ્યા હતા અને સમયસિંગે આપેલ માલના બીલ બતાવતા કોઈ માલનો સ્ટોક હાજર નથી અને બીલ બોગસ છે તેમ કહીને સમયસિંગને બોલાવી અસલ બીલની વિમલભાઈ હાથીએ માંગણી કરતા સમયસિંગએ અસલ બીલ પોતાના ઘરે હોવાનું જણાવ્યું હતું અને વિમલભાઈ હાથીએ અસલ બીલ લઇ આવવાનું કહ્યું હતું અને અરજદાર વિમલભાઈ હાથી પાસે બેઠા હતા
થોડીવારમાં વિમલભાઈ હાથીના મોબાઈલમાં ફોન આવ્યો કે સમયસિંગે ઝેરી દવા પી લીધી છે જેથી હાથીભાઈ તેને દવાખાને લઇ ગયા અને દવા પિતા પહેલા સુસાઈડ નોટ લખી હતી જેમાં તેને હિરેનભાઈ પાસેથી માલની ડીલીવરી કરવાના રૂ ૧૧ લાખ લીધા હતા તે ઓનલાઈન જુગારમાં તેઓ હારી ગયા છે જેથી હિરેનભાઈ સાથે છેતરપીંડી થતા ફરિયાદ નોંધાવવા તા. ૨૪ જુલાઈના રોજ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગયા હતા જ્યાં પીએસઓએ પીઆઈ પંડ્યા સાહેબને મળવાનું કહ્યું હતું અને બનાવ મામલે તેમને સમગ્ર વાત કરી હતી ત્યારે પીઆઈ પંડ્યાએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી આવી ફરિયાદ હું લેતો નથી તમે કેવા છો જેના જવાબમાં પટેલ છું કહેતા એક બે વીઘા જમીન વેચી નાખ આવી ફરિયાદ કરવા આવવું નહિ તેમ કહીને પટેલ સમાજ પ્રત્યે ધ્રુણાસ્પદ અને અસભ્ય શબ્દો વાપર્યા હતા
એ ડીવીઝન પીઆઈ પંડ્યાએ અરજદારને જણાવ્યું હતું કે સમયસિંગે દવા પીધી છે તેના પરિવાર દ્વારા ફરિયાદ કરાશે તો તું ફીટ થઇ જઈશ જેથી ફરિયાદ કરવાનું રહેવા દે અને રાજસ્થાન તું જઈશ ? કહીને ઉદ્ધત વર્તન કર્યું હતું અને ફરિયાદ લેવાની ના પાડી ચેમ્બરમાંથી કાઢી મુક્યા હતા આમ ફરિયાદ લેવાનો ઇનકાર કરી ગેરવર્તન કરેલ હોય જેથી ફરિયાદ દાખલ કરાવવા એસપી કચેરીએથી આદેશ કરવા માંગ કરી છે

(11:19 pm IST)