Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ગીર સોમનાથ યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

સસ્‍તો દારૂ અને મોંઘુ તેલઃ પુતળા દહનનો કાર્યક્રમ નિષ્‍ફળ

વેરાવળ, તા.૨૯: ગીર સોમનાથ યુથ કોંગ્રેસના અભય જોટવાની આગેવાની હેઠળ ટાવર ચોકમાં લઠ્ઠાકાંડના વિરોધમાં જોરદાર પ્રદર્શન કરાયું હતું. મોટી સંખ્‍યામાં યુવકો ઉમટી પડેલ હતા ભાજપ તારો કેવો ખેલ સસ્‍તો દારૂ મોંઘુ તેલ સરકાર હમશે ડરતી હે તેવા નારાઓ બોલાવી અને વિરોધ પ્રદર્શન કરતા હતા અને ધરણા ઉપર બેસી ગયેલ હતા ગૃહમંત્રીનું પુતળુ બહાર કાઢી સળગાવવા જતા પોલીસે કબજે કરેલ હતું જેથી સામસામા થઈ ગયેલ હોય તમામને પોલીસ સ્‍ટેશને લઈ ગયેલ હતા. કોંગ્રેસના આગેવાનોએ રાજીનામાની માંગણી કરી સરકાર સામે રોષ વ્‍યકત કરેલ હતો.

(1:50 pm IST)