Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ઉનાઃ યુવતીને મરવા માટે મજબુર કરનાર યુવાન ઝડપાયો : જેલ હવાલે

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૨૯ : દેલવાડા ગામની ૨૧ વરસ યુવતીને સીમર ગામનાં મંગેતરે મોબાઇલ ફોનમાં તુ ગમતી નથી મરી જા તેવા મેસેજ કરી મરવા મજબુર કરતાં ઝેરી દવા પી જતા સારવાર દરમ્‍યાન મોત થતા તેની સામે પોલીસમાં ફરિયાદ થઇ ત્‍યારબાદ પોલીસે આરોપીને તુરંત પકડી લઇ કોર્ટમાં રજુ કરતા તેમને જેલ હવાલે કરવા હુકમ થયેલ છે.

દેલાવાડા ગામે રહેતા વિપુલભાઇ દીનેશભાઇ જેઠવાએ ઉના પોલીસમાં એની ફરીયાદ નોંધાવેલ છે કે તેમની નાની બહેનો સેજલબને દિનેશભાઇ જેટા (ઉવ.૨૧) રે. દેલવાડા વાળીની સગાઇ ઇન્‍ડીયન આર્મીમાં નોકરી કરતા સીમર ગામનાં ધર્મેશ  લાખાભાઇ મેવાડા જાતે કોળી સાથે થઇ હતી. યુવતી સેજલબેન અને તેનો મંગેતર ધર્મેશ મોબાઇલ ફોન ઉપર મેસેજની આપ લે કરતા વાતો કરતાં અને ધર્મેશે સેજલને એવા મેસેજ કરેલ કે તુ મને ગમતી નથી. તુ મરી જા નહીંતર હું મરી જાઉ તેમ ચેટ કરી ટોણા મેસેજમાં મોકલ તો હોય તેથી સેજલ કંટાળી જઇ ઝેરી દવા પી જતા હોસ્‍પિટલ ખસેરેલ હતા. જ્‍યાં સારવાર દરમ્‍યાન મૃત્‍યુ થયું હતું.

પોલીસને મરણ થનાર સેજલબેનનું ટેબલેટ બતાવતા પોલીસે આરોપી સામે યુવતીને મરવા માટે મજબુર કર્યાની કલમ ૩૦૬ મુજબ ગુનો દાખલ કરી મહિલા પી.એસ.આઇ ડી.બી. સાખણીગા તથા સ્‍ટાફે આરોપી ધર્મેશ લાખાભાઇ મેવાડાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટ તેમને જેલ હવાલે કરવાનું કહેતા જૂનાગઢ સેન્‍ટ્રલ જેલમાં મોકલી આપેલ છે.

(11:51 am IST)