Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

પોરબંદરના જન્‍માષ્‍ટમી લોકમેળાની હરરાજીની પ્રક્રિયા પારદર્શક કરવા યુથ કોંગ્રેસની માંગણી

પોરબંદર,તા. ૨૯ : જન્‍માષ્‍ટમી લોકમેળામાં હરરાજીની પ્રક્રિયા પારદર્શક કરાવવા યુથ કોંગ્રેસે માંગણી ઉઠાવી છે.

પોરબંદર જિલ્લા યુથ કોગ્રેસ ના પ્રમુખ ધર્મેશભાઇ પરમારે પ્રાંત અધિકારીને કરેલી રજુઆત માં જણાવ્‍યું છે કે, પોરબંદર - છાયા નગરપાલિકા દ્વારા પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે પાંચ દિવસીય જન્‍માષ્ટમીના લોકમેળા યોજવા અંગેની તૈયારીઓ ચાલી રહી છે . આ તૈયારીઓમાં હરરાજીની પ્રક્રિયા પારદર્શક રીતે થાય તેવી માંગણી છે. લોકમેળામાં રાઈડસ , સ્‍ટોલ બજાર માટે હરાજીની પ્રક્રિયા થઈ રહી છે પરંતુ અન્‍ય વિભાગો માટે બંધ કવરમાં ટેન્‍ડરીંગ કરવામાં આવી રહયું છે જેની સામે વિરોધ છે અને તમામ પ્રક્રિયા હરરાજીથી જ થવી જોઈએ અને જો તે શક્‍ય જ ન હોય તો બંધ કવરની બે નકલ લેવામાં આવે જેમાં એક પ્રાંત અધિકારીને સંપવામાં આવે તેમજ બંધ કવર સી.ટી.ટી.વી. કેમેરાની નિગરાનીમાં રાખવામાં આવે અને જયાં સુધી ટેન્‍ડર પ્રક્રિયા ખુલે નહીં ત્‍યાં સુધી સમગ્ર કાર્યવાહી સી.સી.ટી.વી. કેમેરાની નિગરાનીમાં થવી જોઈએ. તેમ યુથ કોંગ્રેસ દ્વારા રજુઆતમાં જણાવેલ છે.

(1:10 pm IST)