Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

પોરબંદરની નવી મેડીકલ કોલેજ આવતા મહિનામાં શરૂ કરાશે

બાબુભાઇ બોખીરીયાની જાહેરાતઃ હાલ પુરતી મેડીકલ કોલેજ નર્સીગ કોલેજમાં કાર્યરત કરાશેઃ મેડીકલ કોલેજના નવા બિલ્‍ડીંગનું ખાતમુર્હૂત નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે થાય તેવા પ્રયાસો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૯ : જિલ્લાને કેન્‍દ્રની મુલ્‍યવાન ભેટ ૧૦૦ બેઠકવાળી નવી મેડીકલ કોલેજનું બિલ્‍ડીંગ પપ૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે ત્‍યારે આ મેડીકલ કોલેજ હાલ પુરતી આવતા ઓગષ્‍ટ માસથી નર્સીગ કોલેજમાં કાર્યરત કરી દેવાશે. તેવી જાહેરાત ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયાએ કરી છે.

ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયાએ જણાવેલ કે નવી મેડીકલ કોલેજ બિલ્‍ડીંગનું ખાતમુર્હૂત વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે થાય તેવા પ્રયાસો ચાલુ છે. આ મેડીકલ કોલેજ શરૂ થતાં પોરબંદરની જનતાને આરોગ્‍યની તમામ પ્રકારની ઉત્તમ સવલતો ઘર આંગણે મળી રહેશે.

ઓગષ્‍ટ મહિનામાં પોરબંદર ખાતે શરૂ થનારી મેડીકલ કોલેજ અંગે વિગતવાર માહિતી આપતા ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયાએ જણાવે છે કે, ગુજરાત સરકાર અને તેઓની રજુઆતના પરિણામ સ્‍વરૂપ દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ એવા પોરબંદરને ખાસ કિસ્‍સા તરીકે રૂા.પપ૧ કરોડના ખર્ચે બનનાર ૧૦૦ બેઠકોવાળી મેડીકલ કોલેજની મુલ્‍યવાન ભેટ આપવામાં આવી છે. ઓગષ્‍ટ મહિનામાં પ્રાયોગીક ધોરણે નર્સીગ કોલેજ પોરબંદર ખાતે શરૂ થનારી મેડીકલ કોલેજ માટેની વહીવટી પ્રક્રિયાઓ દિન - પ્રતિદિન ઝડપથી આગળ વધી રહી છે. જેમાં પ્રથમ સરકારશ્રીના આરોગ્‍ય મેડીકલ કોલેજના ડીન તરીકે ડો. સુશિલકુમાર અને એડીશનલ ડીન તરીકે ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટની નિમણુંક કરી દેવામાં આવી છે.તયારબાદ હવે તબીબી શિક્ષકોની નિમણુંકનો દોર પણ શરૂ કરી દેવામાં આવેલ છે. જે અન્‍વયે જુદા જુદા વિષયો માટે પપ તબીબી શિક્ષકોની મેડીકલ કોલેજ પોરબંદર ખાતે નિમણુંક આપવામાં આવી છે.

મેડીકલ કોલેજના પ્રથમ વર્ષમાં એનોટોમી, ફીઝીયોલોજી અને બાયો કેમેસ્‍ટ્રીએમ ત્રણ વિષયો જ ભણાવવાના હોવાથી નિમણુંક પામેલા પપ તબીબી શિક્ષકો પૈકી આત્રણ વિષયો પુરતા ૧પ તબીબી શિક્ષકો કાયમી ધોરણે મેડીકલ કોલેજ પોરબંદર ખાતે ઉપલબ્‍ધ રહેશે. અન્‍ય તબીબી શિક્ષકો મેડીકલ કોલેજની તપાસણી બાદ જે તે સંસ્‍થામાં ડેપ્‍યુટેશન ઉપર પરત ફરશે.  ડેપ્‍યુટેશન ઉપર ગયેલા તબીબી શિક્ષકોનો પગાર  મેડીકલ કોલેજ પોરબંદર ખાતેથી ચુકવવામાં આવશે. ભવિષ્‍યમાં વધુ તબીબી શિક્ષકોની જરૂરીયાત ઉભી થયે. ડપ્‍યુટેશન ઉપર ગયેલા તબીબી શિક્ષકોને પરત બોલાવી લેવામાં આવશે. એનોટોમી વિષય માટે પ્રાધ્‍યાપક, સહ પ્રાધ્‍યાપક, બે મદદનીશ પ્રાધ્‍યાપક, ફીઝીયોલોજી વિષય માટે પ્રાધ્‍યાપક, બે મદદનીશ પ્રાધ્‍યાપક, ટયુટર અને બાયો કેમેસ્‍ટ્રી વિષય માટે પ્રાધ્‍યાપક, સહ પ્રાધ્‍યાપક, બે મદદનીશ પ્રાધ્‍યાપક, બે ટયુટરની કાયમી મદદનીશ પ્રાધ્‍યાપક, ટયુટર અને બાયો કેમેસ્‍ટ્રી વિષય માટે પ્રાધ્‍યાપક, સહ પ્રાધ્‍યાપક, બે મદદનીશ પ્રાધ્‍યાપક, બે ટયુટરની કાયમી ધોરણે નિમણુંક કરી દેવામાં આવેલ છે. આ ઉપરાંત ૩૦ જેટલા જુનીયર રેસીડેન્‍ટ ડોકટરોની પણ નિમણુંક કરવામાં આવેલી છે. તેમ બાબુભાઇ બોખીરીયાએ જણાવેલ છે.

મેડીકલ કોલેજ શરૂ થઇ જવાથી પોરબંદરની જનતાને આરોગ્‍યની તમામ પ્રકારની ઉત્તમ સવલતો ઘરઆંગણે ઉપલબ્‍ધ થશે. જેના કારણે પોરબંદરના દર્દીઓને સારવાર માટે જામનગર, રાજકોટ કે અમદાવાદ જેવા શહેરોમાં જવાની જરૂર નહી રહે. એ સિવાય કોલેજની ૧૦૦ બેઠકો ઉપર મેળવનાર તબીબી વિદ્યાર્થીઓને સરકારશ્રીના ખર્ચે ઉત્તમ પ્રકારનું તબીબી શિક્ષણ પ્રાપ્‍ત થશે. આધુનિક પ્રકારની મેડીકલ કોલેજ માટે ધરમપુર ગામે આઇટીઆઇ કોલેજની પાછળના ભાગમાં લોકેશનવાળી ર૦ એકર જેટલી જમીનના ફાળવણી સરકારશ્રી દ્વારા કરી દેવામાં આવેલ છે. રૂા.પપ૧ કરોડના ખર્ચે બનનાર મેડીકલ કોલેજના બિલ્‍ડીંગ માટેની ટેન્‍ડરની પ્રક્રિયા પુર્ણ થવામાં હોય, ટુંક સમયમાં એજન્‍સીને વર્ક ઓર્ડર મળી ગયા બાદ કોલેજના બિલ્‍ડીંગનું ખાતમુર્હુત કરી બિલ્‍ડીંગ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. જે ૧૮ મહિનામાં પુર્ણ કરી  દેવામાં આવશે. મેડીકલ કોલેજના બિલ્‍ડીંગના ખાતમુર્હુત  દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જ હસ્‍તે થાય તે માટેના  પ્રયાસો ચાલુ છે.  તેમ બાબુભાઇ બોખીરીયાએ જણાવેલ છે.

(1:25 pm IST)