Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

મેંદરડામાં ત્રણ દુકાનોમાંથી લાયસન્સ વિના આયુર્વેદિક દવા વેચતા ૩ શખ્સો પકડાયા

જુનાગઢ તા.ર૯ : મેંદરડાના નાની ખોડીયાર ગામે અમ્રુતાય આગળ આવેલ પ્રિન્સ નામની દુકાનના માલીક ગે.કા. વગર લાયસન્સે આયુર્વેદિક દવાની બોટલો રાખી વેચાણ કરે છે. જેથીત પાસ કરતા ગે.કા. આધાર પાસ પુરાવા વગરની કાલ મેઘાસી કંપનીની બોટલો નંગ-૪પ તથા આ કામે તપાસ દરમિયાન મેંદરડાના નાજાપુર રોડ ઉપર આવેલ ઉપર રાજાવીર બેકરી નામની દુકાનમાંથી કાલ મેઘાસી કંપનીની બોટલો નંગ પર તથા મેંદરડા સિધ્ધપરા વળી ગલીમાં આવેલ માધવસિંગ ભંડાર નામનીદુકાનમાંથી અમ્રુતઅશ્વ હર્બલ કંપનીની બોટલો નંગ પ૮ મળી આવેલ અને મળી આવેલ કુલ બોટલ નંગ ૧પપ બોટલ કિ. રૃા.ર૩,૦૯પ બાબતે નો કોઇ આધાર પાસ પુરાવો ન હોય જેથી સદર મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. આ કામે (૧) રમજાનભાઇ તાજદિનભાઇ કોટડીયા જાતે ખોજા મુસ્લીમ ઉ.વ.૩૯ધંધો વેપાર રહે. નાની ખોડીયાર (ર) વિશાલભાઇ બંસીભાઇ રાજાઇ જાતે સિંધી ઉ.વ.રપ ધંધો વેપાર  રહે. મેંદરડા શાંતીધામ સોસાયટી (૩) પ્રદિપભાઇ  તુલસીદાસ કાનાબાર જાતે  લુહાણા ઉ.વ.૩પ ધંધો વેપાર રહે. મેંદરડા સરસ્વતી હાઇસ્કુલની સામે પકડાયા છે. મેંદરડા પો. સ્ટે.ના પી.એસ.આઇ. કે.એમ.મોરી, એચ.સી. પી.જી. જણકા, પીસી સુરેશભાઇ મોહનભાઇ, પીસી અનિલભાઇ બાબુભાઇ, ડીપીસી માનસિંહ રામભાઇ વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(2:01 pm IST)