Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

મોરબી રિલાયન્સ મોલના મેનેજરે વેપારી સાથે ૧૭.૩૫ લાખની છેતરપીંડી કરી

(પ્રવીણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૯: મોરબીમાં રીલાયન્સના મેનેજરે કોસ્મેટીક પ્રોડકટના નામે વેપારી સાથે રૃ.૧૭.૩૫ લાખની છેતરપિંડી કરતા વેપારીએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

 વેપારી હિરેનભાઇ મનસુખભાઇ કાવરે જણાવ્યું હતું કે, તે સ્મેટીક આઈટમોનો વેપાર કરવાનો ધંધો કરે છે. તેણે મો૨બી મુકામે આવેલ રીલાયન્સ મોલમાંથી માલની ખરીદી કરવા માટે રીલાયન્સ મોલના મેનેજર સમયસીંગ મીનાને કટકે કટકે તા.૦૯/૦૭ ૨૦૨૨ થી ૧૨૦૭ ૨૦૨૨ ના ગાળામાં રૃા.૧૭,૩૫,૦૦૦/- મોલમાથી માલની ખરીદી કરવા માટે એડવાન્સમાં આપ્યા હતા.ત્યારબાદ તેમણે માલ માટે મેનેજરનો સંપર્ક કરતા કંપનીમાંથી માલ આવેલ નહી હોવાનુ મેનેજરે જણાવ્યું હતું.અને રીલાયન્સ કંપનીના ૨૩ બીલની કોપી તેમને પૈસા જમા કરાવ્યા ત્યારે આપી હતી. અને જયારે માલની ડીલીવ૨ી ત્યારે આ બિલ જમા કરાવવાનુ કહ્યું હતું.

 પાચેક દિવસ સુધી તેમને માલની ડીલીવરી નહી મળતા તેમણે તા.૧૬/૦૭/૨૦૨૨ ના રોજ રૃબરૃ રીલાયન્સ મોલમાં જઈને સમયસીંગને મળતા માલ બે દિવસ પછી આવશે તેવુ જણાવ્યું હતું. જેથી હિરેનભાઈ એ રીલાયન્સ મોલના જનરલ મેનેજર વિમલભાઈ હાથીને મળી  સમયસીંગે આપેલ માલના બીલ બતાવ્યા હતા. એ નિહાળી જનરલ મેનેજરે આવા કોઈ માલનો સ્ટોક હાજર નથી અને આ બીલ બોગસ છે તેમ કહી સમયસીંગને બોલાવી અસલ બીલની વીમલભાઈ હાથી એ માંગણી કરતા સમયસીંગ એ અસલ બીલ પોતાના ઘરે હોવાનુ જણાવતા વીમલભાઈ હાથી એ અસલ બીલ લઈ આવવાનુ કહ્યું હતું. એ સમયે હિરેનભાઈ વીમલભાઈ હાથી પાસે બેઠેલા  હતા. થોડીવારમાં વીમલભાઈ હાથીના મોબાઈલમાં ફોન આવેલ અને આ સમયસીંગે ઝેરી દવા પી લીધેલ હોવાની વાત કરેલ. જેથી હાથીભાઈ તેને દવાખાને લઈ ગયેલ. આ સમયસીગે દવા પીતા પહેલા સ્યુસાઈડ નોટ લખેલ હતી કે,''મારી પાસેથી માલની ડીલીવરી કરવાના પૈસા રૃા. ૧૧,૦૦,૦૦૦ અંકે રૃપીયા અગીયાર લાખ હીરેનભાઈ પાસેથી લીધેલ છે અને હુ ઓનલાઈન જુગારમાં આ રૃપીયા હારી ગયેલ છુ.'' આમ આ બાબતે મારી હિરેનભાઈ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થતા તેમણે સમયસીંગ મીના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદીના આધારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.   ભોગ બનનાર સાથે પોલીસે અભદ્ર વર્તન અને ચીટીંગની ફરિયાદ ન લેતા આ   મામલે અધિક કલેકટર અને એએસપીને રજૂઆત કરવા માટે પાટીદાર સમાજના યુવાનો દોડી ગયા હતા અને બાદમાં એ એસ પી દ્વારા બનાવ અંગે તપાસ કરી ધોરણસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા જેને પગલે થોડા કલાકોમાં એ ડીવીઝન પોલીસ દ્વારા ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવી હતી.

(1:47 pm IST)