Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૦ કેસઃ ૧૦ દર્દીઓ સ્વસ્થ

મોરબી, તા.૨૯: મોરબી જીલ્લામાં પ્રતિદિન કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે જેમાં ગુરુવારે મોરબી જીલ્લાના ત્રણ તાલુકામાં નવા ૧૦ કેસ નોંધાયા છે તોઙ્ગ જીલ્લામાં ૧૦ દર્દીઓ સ્વસ્થ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૬ કેસ જેમાં ૦૧ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાનો ૦૧ કેસ અને ટંકારા તાલુકાના ૦૩ કેસ ગ્રામ્ય વિસ્તારમાં મળીને નવા ૧૦ કેસ નોંધાયા છે તો મોરબીમાં ૦૮ તેમજ વાંકાનેર અને હળવદમાં ૦૧-૦૧ દર્દીઓ મળીને ૧૦ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એકટીવ કેસનો આંક ૭૭ થયો છે.

(2:04 pm IST)