Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

જસદણના સોમલપરના રમેશ કોળીને દેશી બંદૂક સાથે રૂરલ એસઓજીએ ઝડપી લીધો

રાજકોટ તા. ર૯: જસદણના સોમલપર ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી દેશી બંદૂક સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો પર વોચ રાખી અને વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્‍સપેકટર એસ.એમ. જાડેજા તથા પો. સબ ઇન્‍સ. એચ. એમ. રાણાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. બ્રાંચનો સ્‍ટાફ જસદણ વિસ્‍તારમાં પેટ્રોલીમાં હતો. દરમ્‍યાન પો. હેડ કોન્‍સ. જયવિરસિંહ રાણા, હિતેષભાઇ અગ્રાવત તથા પો. કોન્‍સ. રણજીતભાઇ ધાધલને બાતમી આધારૈ હકીકત મળેલ કે સોમલપર ગામની સીમમાં રહેતા રમેશભાઇ ધનાભાઇ શીયાળે સોમલપર ગામની સીમમાં આવેલપોતાના કબજા ભોગવટાની વાડીએ ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદૂક રાખેલ હોવાની સચોટ હકિકત અધારે રેઇડ કરી રમેશભાઇ ધનાભાઇ શીયાળ કોળી ઉ.વ. ૪પ ધંધો-ખેતી રહે. સોમલપર ગામની ખારી સીમ વિસ્‍તાર તા. વિંછીયાને દેશી બનાવટની બંદુક, છરા નંગ-૩૦ તથા દારૂ ગોળાનો પાવડર સાથે ઝડપી લીધો હતો. પકમડાયેલ રમેશે આ દેશી બંદુક પાકના રક્ષણ માટે લીધી હોવાની કબુલાત આપી હતી.આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના હેડ કો. અમિતભાઇ કનેરીયા, અતુલભાઇ ડાભી તથા પો. કોન્‍સ. રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગૌસ્‍વામી તથા નિરાલીબેન વેકરીયા જોડાયા હતા.

(1:56 pm IST)