Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

મુન્દ્રામાં પાંજરાપોળની મુલાકાત દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પશુઓની દયનીય સ્થિતિ જોઈને ભાવુક થયા

તેમને રડતા જોઈ ત્યાં હાજર નેતાઓ અને કાર્યકરો પણ ભાવુક થયા:તેમણે ભુજપુર પાંજરાપોળ, અહિંસાધામ અને જ્યાં પશુઓના મૃતદેહને ફેંકી દેવાયા તે વિસ્તારોની મુલાકાત લીધી

કચ્છમાં લમ્પી વાયરસ કારણે ગાયોની સ્થિતિ જોઈને પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર  ભાવુક થઈ ગયા.લમ્પી વાયરસના વધતા જતા કેસોને પગલે જગદીશ ઠાકોર કચ્છના મુન્દ્રાની મુલાકાતે હતા.મુન્દ્રામાં પાંજરાપોળની મુલાકાત દરમિયાન તેઓ પશુઓની દયનીય સ્થિતિ જોઈને ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા.તેમને રડતા જોઈ ત્યાં હાજર નેતાઓ અને કાર્યકરો પણ ભાવુક થયા હતા.તેમણે ભુજપુર પાંજરાપોળ, અહિંસાધામ અને જ્યાં પશુઓના મૃતદેહને ફેંકી દેવાયા હતા તે વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ગાયોની સ્થિતિ જોયા બાદ તેમણે માંગ કરી છે કે પશુપાલકોને સહાય ચૂકવવામાં આવે છે. સાથે જ સરકાર પર આંકડા છૂપાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે સરકાર પશુઓના મોતનો સાચો આંકડો જાહેર નહીં કરે તો કોંગ્રેસ પક્ષ સરવે કરીને પશુ મોતનો સાચો આંકડો બહાર લાવશે.

(8:55 pm IST)