Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

માળીયા હાટીનાની પ્રજાપતિ સમાજની દીકરી ખ્યાતિની પ્રમાણિકતા

માળીયા હાટીના,તા. ૨૯: માળીયા હાટીના કટલરી બજારમાં રહેતા પ્રજાપતિ સમાજના આગેવાન સુતારીનું કામ કરતા નારણભાઇ નેનાંની પુત્ર ખ્યાતિબેન આજે માળીયા હાટીનામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બેન્કે પોતાના ખાતામાં રૂપિયા ૫૫,૫૦૦ની રકમ ભરવા ગયા હતા. ખ્યાતિબેને સ્લીપ ભરી બેંકના કેસ બારીમાં કેસિયરને આપેલ પણ રકમ નોતી આપી. કેસિયરે સ્લીપમાં સિકો મારીને ખ્યાતિબેનને પાછી સ્લીપ આપી દીધી અને કેસીયરે ખ્યાતિબેન કીધુ કે તમારા ખાતામાં રકમ જમાં થઇ ગઇ છે. ત્યારે ખ્યાતિબેને જણાવેલ કે મે તો તમોને રૂપિયા પણ નથી આપ્યા આમ સ્લીપ ભરીને સ્લીપમાં સિક્કો મારીને પાછળથી ખ્યાતિબેને રૂ. ૫૫,૫૦૦ કેસીયરને આપેલ ખ્યાતિબેન ધારે તો સ્લીપ લઇને બેન્કની બહાર નીકળી ગયા હોય પણ પ્રજાપતિ સમાજની આ દીકરીએ પ્રમાણિકતા વાપરીને ભારે ઉદારતા બતાવી હતી. સ્લીપ પોતાના હાથમાં આવી ગયા હોવા છતાં માનવતા વાપરીને પ્રમાણિકતાનું સુંદર ઉદાહરણ આપેલ છે આ વાતની ગામમાં જાણ થતાં પ્રજાપતિ સમાજની આ દીકરી ખ્યાતિ નારણભાઇ નેનાની ભારે પ્રશંસા થઇ રહી છે.

(11:39 am IST)